નવી દિલ્હીઃ એક્ટ્રેસ તાપસી પન્નૂ અલગ પ્રકારની ફિલ્મો કરવા માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે અને ટ્રોલ કરનારાને જવાબ આપવામાં પણ પાછળ નથી પડતી. શનિ વારે 65માં ફિલ્મફેર એવોર્ડ્સમાં તેને ફિલ્મ ‘સાંડ કા આંખ’ માટે એવોર્ડ મળ્યો. ત્યાર બાદ તાપસીના ફેન્સ તેને અભિનંદન પાઠવવાનું શરૂ કર્યું હતું. ત્યારે જ એક યૂઝરે તાપસીની તુલના આયુષ્માન ખુરાને સાથે કરી તો એક્ટ્રેસને વાત ન ગમી.



તનુજ ગર્ગે તાપસીને લખ્યું- ‘ખૂબ ખૂબ અભિનંદન તાપસી, આપણા બોલિવૂડની ફીમેલ આયુષ્માન ખુરાના.’ તેના પર તાપસી પન્નૂએ જવાબ આપતા કહ્યું- ‘તેના વિશે શું કહેશો કે જો મને બોલિવૂડની પ્રથમ તાપસી પન્નૂ બોલાવશો.’


તાપસી પન્નૂએ આ ટ્વીટ પર ફેન્સની ખૂબ કમેન્ટ્સ આવી રહી છે. એક યૂઝરે લખ્યું, ‘શું રિપ્લાઈ આપ્યો છે. એક જ વાક્યમાં મહિલા વિરોધી વિચારનો જવાબ આપ્યો.’


તાપસી પન્નુના આ ટ્વીટ પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તાપસીની આવનારી ફિલ્મ ‘થપ્પડ’ છે. જે 28 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિન્હા છે. આ પહેલા તાપસીએ અનુભવ સિન્હા સાથે ફિલ્મ ‘મુલ્ક’માં કામ કર્યું હતું.