મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ અને પત્રકારોના ઝઘડા અવાર નવાર થતાં જોવા મળે છે. આ પહેલા જ કંગના અને એક પત્રકારના નાના ઝઘડાએ ખુબ મોટું રૂપ ધારણ કરી લીધું હતું કે જેના આખા બોલિવૂડમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા હતા. હવે તાપસી પન્નુને લઈને એક વાત સામે આવી રહી છે. આમ તો તાપસી પન્નૂ જે હોય તે મોં પર જ ચોપડાવી દેવા માટે જાણીતી છે. તે તેની ફિલ્મ ‘સાંડ કી આંખ’ના પ્રમોશનમાં હાલમાં વ્યસ્ત છે.

ફિલ્મ ‘સાંડ કી આંખ’ બે એવી વૃદ્ધ મહિલાઓની સ્ટોરી છે, જે વુમન એમ્પાવરમેન્ટની ઓળખ સમાન બની ગઈ છે. એવામાં જ્યારે #MeToo મૂવમેન્ટને લઈને તાપસીને સવાલ પૂછવામાં આવ્યો તો તેણે જવાબ આપવાની ના પાડી દીધી.

ફિલ્મના પ્રમોશનલ ઈન્ટરવ્યૂ દરમિયાન ત્યાંથી સૂત્ર દ્વારા એવું જાણવા મળ્યું કે ‘ઈન્ટરવ્યૂ લેવા માટે આવેલી એક મહિલા પત્રકારે તાપસીને જ્યારે પૂછ્યું કે #MeToo મૂવમેન્ટ બાદ બોલિવૂડમાં કંઈ ફરક પડ્યો છે કે કેમ? સવાલ અહીંથી અટકતો નથી, પત્રકારે કહ્યું કે હવે મૂવમેન્ટ પૂરુ થઈ ગયું છે. શું આ અભિયાન આગળ વધારવાની જરૂર છે? એક મહિલા તરીકે તમે અભિયાને કેવી રીતે જુઓ છો?’

સવાલ સાંભળતા જ તાપસી ભડકી ગઈ અને કહેવા લાગી કે, ‘તને ખબર નથી પડકી કે શું પૂછવું જોઈએ અને શું નહીં’ તો બીજી તરફ ભૂમિ પેડનેકરે પોતાનો જવાબ આપ્યો હતો.