કંગનાના ટવિટ પર તાપસી પન્નૂ ભડકી, પલટવાર કરતા લખ્યું, DNAને ઝેરીલું,
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2021 12:42 PM (IST)
અભિનેત્રી કંગના રનૌત દેશની સમસ્યા પર પોતાના અભિપ્રાય ટવિટ કરતી રહે છે. જો કે ટવિટ કરતા તે તીખા પ્રહાર પણ કરે છે. હાલ તેમની ખેડૂત આંદોલન મુદ્દે તાપસી પન્નૂને આડે હાથ લેતા બી ગ્રેડ કહી દીધું
બોલિવૂડ: અભિનેત્રી તાપસી પન્નૂ અને કંગના વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ ચાલી રહી છે. તાપસીએ કંગના પર નિશાન સાધતા તેમના DNAને ઝેરીલું કહ્યું. ખેડૂત આંદોલન મુદ્દે તાપસી પન્નૂએ નામ લીધા વિના કેટલાક ટવિટ કર્યાં હતા. જેના કારણે કંગના રોષે ભરાઇ હતી. તેમણે તાપસી પર પ્રહાર કર્યાં હતા. તેમણે તાપસીને ‘બી ગ્રેડ’ મુફ્તખોર કહી હતી.. ત્યારબાદ તાપસીએ કંગના પર નિશાન સાધતા કંગનાના DNAને ઝેરીલું કહ્યું. તાપસીએ શું કહ્યું? ટવિટર પર લોકોએ આપેલા રિએકશન પર જવાબ આપતા તાપસી પન્નૂએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર મત રજૂ કરવાનો અધિકાર માત્ર માણસોને છે. આ સાથે તેમણે લખ્યું કે, કંગનાની DNAમાં માત્ર ઝેર અને અપશબ્દો જ ભર્યો છે. તાપસીએ શું લખ્યું? તાપસીએ કોઇન નામ લીધા વિના લખ્યું કે, ‘જો એક ટ્વિટથી આપની એકતા ભંગ થતી હોય, એક જોકથી આપનો વિશ્વાસ ડગમગાતો હોય. એક શોથી આપની ધાર્મિક ભાવના ભંગ થતી હોય. તો માત્રા આપણી વેલ્યૂ સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરવું જોઇએ નહી કે બીજા લોકો માટે ‘પ્રોપેગેન્ડા ટીચર’ તાપસી ટવિટ કરીને ખેડૂત આંદોલન, કોમેડિયન કૃણાલ કામરા, વેબ સીરિઝ તાંડવ અને રિહાનાનું સમર્થન કર્યું હતું તેના પર કંગના ભડકી હતી કંગનાએ શું આપ્યો જવાબ તાપસીને આડે હાથ લેતા કંગનાએ લખ્યું કે, ‘બી ગ્રેડ લોકોના બી ગ્રેડ વિચાર, આપણે બઘાએ દેશ અને પરિવારના વિશ્વાસ માટે એક સાથે ઉભું રહેવું જોઇએ, આ જ કર્મ છે. આ જ ધર્મ છે. ફ્રી ફંડમાં માત્ર ખાનાર ન બનો.... આ દેશનો બોજ.....એટલા માટે હું તેને બી ગ્રેડ કહું છું. આ મફતિયા લોકો પર ધ્યાન ન આપો’