આ અંગે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાત કરતાં જણાવ્યું હતું કે, પક્ષની યાદીમાં નામ ન હોવા છતા પણ દીપક ભાજપ તરફથી ફોર્મ ભરશે. દીપકના સ્થાને ઉતારેલ ઉમેદવાર 302નો આરોપી હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો. પુત્ર કાર્યદક્ષ હોવા છતા પણ પત્તુ કપાતા ધારાસભ્ય નારાજ હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, હવે પાર્ટીમાં નવા માણસો આવ્યા છે અને પાર્ટીને સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે, એના વિશે તો વિરોધ નથી કરી શકતો. પણ એટલું તો કહી શકું કે થોડી નારાજગી છે. મારો દીકરો પહેલા અપક્ષ ચૂંટણી જીત્યો હતો. પછી ભાજપે ટિકિટ આપી તો વડોદરા શહેરમાં લીડ સૌથી વધુ અને ગુજરાતમાં બીજા નંબરે સૌથી વધુ લીડ હતી. તેને ટિકિટ ન મળતા હું નારાજ છું. બાકી હું તો ધારાસભ્ય છું અને ધારાસભ્ય રહેવાનો પ્રજાના આશીર્વાદ વડે, એમા કોઈ શંકાને સ્થાન નથી.
મારો દીકરો શહેરમાં રહે છે. હું ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી લડું છું. ગ્રામ્ય વિસ્તારની જવાબદારી મારી આવે છે. શહેરની જવાબદારી શહેરના લોકોની આવે છે. હજુ 6 તારીખ બાકી છે. હજુ ડિસિઝન બદલાવી શકે છે. મારા દીકરાને પાર્ટી કોઈ મોટો હોદ્દો પણ આપી શકે છે. એની રાહ જોઈ રહ્યા છીએ. ફોર્મ તો ભરીશું. ભાજપમાંથી જ ભરીશું.