મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ એક ન્યૂઝ ચેનલે આપેલ ઇન્ટરવ્યૂથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને હલાવી રાખી દીધી. તેમણે બોલિવૂડમાં મૂવી માફિયાથી લઈને સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા વિશે વાત કરી હતી. પોતાના નિવેદનોથી એક્ટ્રેસે બધાને હેરાન કરી મુક્યા. આદિત્ય ચોપરા, કરણ જોહર, મહેશ ભટ્ટ સહિત અનેક લોકો વિશે વાત કરી. તેની સાથે જ કંગનાએ તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કરને આડે હાથ લીધી અને તેમને બી ગ્રેડ એક્ટ્રેસ ગણાવી.

કંગનાએ કહ્યું હતું કે, જો તાપસી અને સ્વરા કરનની ફેવરીટ છે તો હજુ સુધી બીગ્રેડ એક્ટ્રેસ કેમ છે? કંગના રનૌતના આ નિવેદન પર તાપસી પન્નૂનું રિએક્શન આવ્યું છે.  તાપસીએ ટ્વીટમાં ક્યાંય કંગનાનું નામ લીધું નહોતું. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું, મેં સાંભળ્યું છે કે બારમા તથા દસમાના રિઝલ્ટ બાદ અમારું રિઝલ્ટ પણ આવી ગયું છે. અમારી ગ્રેડ સિસ્ટમ હવે ઓફિશિયલી છે? અત્યાર સુધી તો નંબર સિસ્ટમ પર વેલ્યૂ નક્કી થતી હતી ને?



તાપસીએ કહ્યું કે, “સૌથી પહેલા, હું એવી કોઈ ફિલ્મ નથી કરી જેમાંથી કોઈ ગેંગે પ્રોડ્યૂસ કરી છે. જેને તે ટાર્ગેટ કરી રહી છે. મેં ક્યારેય ઉલ્લેખ નથી કર્યો કે મને કરન જોહર અથવા કોઈ અન્યને પસંદ કરું છું, પરંતુ મેં એવું પણ નથી કહ્યું કે તેને નફરત કરું છું. તો એવું નથી કે તમે જેને નફરત કરો છે, સામેવાળી વ્યક્તિ પણ તેને નફરત કરે. મને લાગે છે કે, હું કરનને હાય, હેલો અને થેંક્યૂથી વધારે જાણુ છું. માટે આ લોજિકલ કેવી રીતે થયું?"

આ પહેલા વર્ષ 2019માં કંગના રનૌત તથા તાપસી પન્નુની વચ્ચે વિવાદ થયો હતો. કંગનાની બહેન રંગોલીએ તાપસીને કંગનાની ‘સસ્તી કૉપી’ કહી હતી. આ વાતના જવાબમાં તાપસીએ કહ્યું હતું, ‘મને ખ્યાલ નથી કે તેણે વાંકડિયા વાળની પેટન્ટ કરાવી છે, કારણ કે હું જન્મી ત્યારથી જ મારા વાળ વાંકડિયા છે અને આ માટે તો મારા પેરેન્ટ્સ જવાબદાર છે. તેથી આના માટે તો હું માફી માગીશ નહીં અને બીજી મેં શું નકલ કરી તે મને ખ્યાલ નથી. જોકે, હું સસ્તી કૉપી બનીને જ ખુશ છું, કારણ કે કંગના દાવો કરે છે કે તે સૌથી મોંઘી એક્ટ્રેસ છે. હું એક એક્ટર તરીકે કંગનાને પસંદ કરું છું અને હંમેશાં કરતી રહીશ.