સુપ્રીમ કોર્ટે રેપના આરોપીને પૂછ્યું લગ્ન કરીશ? કોર્ટના આ વલણ પર તાપસીએ શું કહ્યું જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Mar 2021 01:54 PM (IST)
સુપ્રીમ કોર્ટે એક રેપિસ્ટને પૂછ્યું, શું પીડિતા સાથે લગ્ન કરીશ? જજના આવા સવાલ પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે. તાપસી પન્નીએ પણ કોર્ટના આવા વલણ પર ગુસ્સો વ્યક્ત કરતા તીખી પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું તાપસીએ જાણો
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ તેમની ફિલ્મો અને એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટને લઇને પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ સામાજિક રાજકિય મુદ્દા પર તેમનો અભિપ્રાય આપતી રહે છે. તાપસીએ સુપ્રીમ કોર્ટે જજના એક વલણને લઇને તીખા શબ્દોમાં કમેન્ટ કરી છે. શું છે મામલો સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દુષ્કર્મના એક આરોપીને કોર્ટે પૂછ્યું હતું કે, શું તે પીડિતાની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે?. આ સમગ્ર મામલામાં જે આરોપી છે તે મહારાષ્ટ્ર સરકારમાં કર્મચારી છે, જ્યારે પિડીતા વિદ્યાર્થિની છે.આરોપીએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. તાપસીએ જજની કમેન્ટ પર કર્યો સવાલ? આ મામલે તાપસીએ જજના સવાલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘શું કોઇએ પીડિતાને પૂછ્યું કે, શું તે એક રેપિસ્ટ સાથે લગ્ન કરવા ઇચ્છે છે? શું વાહિયાત સવાલ છે. શું આ જ ન્યાય છે? કે આ જ સમાધાન કે પછી સજા’