Gurucharan Singh Missing Case: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'રોશન સિંહ સોઢી'નું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલ, 2024થી ગાયબ છે. હજુ સુધી અભિનેતા વિશે કંઈ જાણવા મળ્યું નથી. ગુરુચરણ સિંહનો આખો પરિવાર તેમના અચાનક ગુમ થવાથી આઘાતમાં છે. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ આવવાના હતા. પરંતુ તે ન આવ્યા અને હજુ સુધી પરિવાર તેની પ્રતિક્ષા કરે છે.
14 દિવસથી 'સોઢી'નો કોઈ પત્તો લાગ્યો ન હતો.
22 એપ્રિલ 2024થી ગુમ થયેલા ગુરુચરણ સિંહના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેમ છતાં હજુ સુધી અભિનેતાનો કોઈ પત્તો મળ્યો નથી. પુત્રના ગુમ થવાથી તેના પિતા હરજીત સિંહ ખૂબ જ પરેશાન છે. તેણે કહ્યું, 'જે થયું તે ખૂબ જ આઘાતજનક છે, અમે બધા ખૂબ જ ચિંતિત છીએ અને પોલીસ તરફથી કેટલાક અપડેટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અમે તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ.
વૃદ્ધ પિતાની છલકાતી પીડા
ગુમ થવાના એક દિવસ પહેલા, ગુરુચરણે તેના પિતા સાથેની એક તસવીર Instagram પર પોસ્ટ કરી હતી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તે દિવસ વિશે વાત કરતાં તેના પિતાએ કહ્યું, 'આવું કોઈ સેલિબ્રેશન નહોતું, પણ અમે ઘરે સાથે હતા અને સારું લાગ્યું. તેને બીજે દિવસે મુંબઈ જવાનું હતું. નોંઘનિય છે કે, તપાસ દરમિયાન ગુરુચરણ સિંહનું છેલ્લું લોકેશન દિલ્હી જ હોવાનું જાણવા મળ્યું હતું.
તમને જણાવી દઈએ કે ગુરુચરણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢી તરીકે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું હતું. તેણે 2013માં શો છોડી દીધો હતો, પરંતુ બીજા વર્ષે તે પાછો ફર્યો હતો. આ પછી આખરે તે 2020માં શોમાંથી બહાર થઈ ગયો હતો. પોલીસ તપાસ ચાલુ છે.