Lok Sabha Election 2024: રાજકોટ કોંગ્રેસની રેલીમાં પરેશ ધાનાણી ન આવતાં શહેર કોંગ્રેસ પ્રમુખે ખુલાસો કર્યો છે. શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું કે, અન્ય રૂટમાં હોવાના કારણે પરેશ ધાનાણી આવ્યા ન હતા. તેમણે આગળ કહ્યં કે, ભાજપ અને પોલીસ પાટીદાર યુવાનોને ફીટ કરી દેવા માંગે છે. શરદ ધાનાણીનો પત્રીકા મામલે કોઈ રોલ નથી. ભાજપના ઈશારે પોલીસ કાવતરા કરી હોવાની શહેર કોંગ્રેસના પ્રમુખ એ વાત કરી છે.
રાજકોટ કોંગ્રેસની ભક્તિનગર સર્કલથી કોંગ્રેસની રેલી નીકળી હતી. ભક્તિનગર સર્કલથી પ્રેમ મંદિર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા છે. રાજકોટ-લેઉવા પાટીદારની પત્રિકાનો મુદ્દે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મુદ્દે પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીનું નામ ખૂલ્યું છે. આ મામલે પોલીસ દ્રારા શરદ ધાનાણીની પૂછપરછ થઈ શકે છે.
અગાઉ આ પ્રકરણમાં ચાર શખ્સોને પોલીસ પકડી ચૂકી છે.
પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા માટે ગોંડલમાં સંમેલન યોજાશે. ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. ભાજપના સમર્થનમાં ગોંડલમાં ફરીએકવાર આવતીકાલે 5 મે ના રોજ ક્ષત્રિય સંમેલન યોજાશે, ગોંડલ ખાતે રાજપૂત સમાજની વાડીએ આ કાર્યક્મ યોજાશે. જયરાજસિંહના પુત્ર ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સંમેલન યોજાશે. ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય સમાજ,કારડીયા રાજપૂત ,નાડોદા રાજપૂત, સોરઠીયા રાજપૂતને ખાંટ રાજપૂત સમાજના લોકો સંમેલનમાં હાજર રહેશે..
બાવળાના ગામડાઓમાં ફરીને ધોળકાના ચંડીસર ગામે ક્ષત્રિય સમાજના ધર્મરથનું હતું. જેમાં મોટી સમાપન કરાયું હતું. જ્યાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હાજર ક્ષત્રિય અને અન્ય સમાજના લોકોએ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા મા ભવાનીના સોગંદ લઈ પ્રતિજ્ઞા પણ લીધી હતી. સંમેલનમાં હાજર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના પીએમઓમાં મે જાતે ફોન કરી રૂપાલાની ટિકિટ રદ કરવા કહ્યું હતું. પરંતું ભાજપે ટિકિટ રદ ના કરી, એમને એમ હતું કે, આ સમાજ ક્યારેય ભેગો નહીં થાય અને સમાધાન થઈ જશે. તેમની રણનીતિ ઊંધી પડી છે અને સમાજ એક થઈ ગયો છે. આ સમાજ તેનો જવાબ સાત તારીખે અને આવનારા દિવસોમાં આપશે. આ સંમેલનમાં ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો અર્જુનસિંહ ગોહિલ, કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રૂપાલાનું નિવેદન ભાજપને નડશે. જામનગરના જામસાહેબે વડાપ્રધાનનું સન્માન કર્યું છે એમાં અમે કોઈ સમાધાન નથી કર્યું. અમે આમાંથી હટી જઈએ તો પણ સમાજ મા-બહેનોની અસ્મિતા માટે ક્યારેય સમાધાન નહીં કરે. આ આપણા નાકનો સવાલ છે અને તેનો પડઘો મતદાનમાં પડશે.