અભિષેક મકવાણાના પરિવારનો આરોપ છે કે, લોન લીધા બાદ અભિષેકને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો અને તે સાઈબર ફ્રોડનો શિકાર બન્યો હતો. તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. અહેવાલ અનુસાર અભિષેકના ભાઈ જેનિસે ખુલાસો કર્યો કે, અભિષેકના ઈમેઈલથી ફાઈનેંશિયલ ફ્રોડની વાત સામે આવી છે. તેણે એક એપ પરથી કેટલીક લોન લીધી હોવાની જાણકારી મળી છે. જેનિસ અનુસાર અભિષેકના મોત બાદ અનેક લોકોના ફોન તેની પાસે આવવા લાગ્યા હતા અને જેનિસને બાકીના પૈસા ચૂકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું .
મુંબઈ સ્થિત ચારકોપ પોલીસ સ્ટેશનાં આ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારી અનુસાર પરિવારે પોલીસને ફોન નંબર ઉપલબ્ધ કરાવી દીધા છે અને તે બેંકોની લેવડ- દેવડની તપાસ કરી રહ્યા છે.