મુનમુન દત્તા આ ટ્રેકિંગ માટે એકદમ ફીટ હતી. તેણે ટ્રેકિંગના બીજા દિવસે ફોટો પણ શેર કર્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે, ‘ખુશ છું કે હું બીજા દિવસના કેમ્પ પર પહોંચી ચુકી છું. હવે અહીંથી કિલિમાન્જેરો સ્પષ્ટ જોઈ શકાય છે. કેટલો નજીક છે છતા કેટલો દૂર છે…’
બીજા દિવસના ટ્રેકિંગ બાદ અધવચ્ચે જ તેને આ એડવેન્ચર છોડવું પડ્યું. એક્ટ્રેસે એક પોસ્ટમાં આ અંગે લખ્યું કે, ‘આ એ જ રાત હતી જ્યારે મને ઉપરથી નીચે લાવવી પડી કેમ કે મને ગંભીર ક્લસ્ટ્રોફોબિક દુઃખાવાનો એટેક આવ્યો હતો.’
અચાનક આવેલા પેનિક એટેકને લઈને મુનમુને ઉદાસી સાથે સોશિયલમ મીડિયા પર જણાવ્યું કે, ‘બીજા દિવસના ચઢાણ બાદ રાત્રે દુઃખાવાના કારણે મારે મારી ટ્રિપ ટુંકાવવી પડે છે. આમ તો અમારા ગ્રુપમાં હું જ સૌથી વધુ મજબૂત અને સ્ટ્રોન્ગ વ્યક્તિ હતી, ફિઝિકલી અને મેન્ટલી. મને ખબર હતી કે હું ટોચ પર સૌથી પહેલા અને ઓછા સમયમાં જ પહોંચી જઈશ પરંતુ આપણને ખબર નથી હોતી કે નેક્સ્ટ શું થવાનું છે. અણધાર્યું ભવિષ્ય કેવું હોય તે આ પર્વતે મને શીખવ્યું છે.’
જોકે મુનમુન એમ હાર માને તેવી નથી. તેણે આ સાથે જ પોસ્ટના અંતમાં લખી દીધું કે મને શુભેચ્છા આપો કે આજે નહીં તો ક્યારેક હું એક દિવસ જરુર માઉન્ટ કિલિમાન્જેરો સર કરું. જ્યારે હું મારા ક્લસ્ટ્રોફોબિયા સાથે ડીલ કર્યા બાદ સંપૂર્ણ તૈયાર હોઈશ ત્યારે ફરી એકવાર આ પર્વત સર કરવા જરુર આવીશ.