શાસ્ત્રીનો કોચ તરીકેનો કરાર વર્ષ 2017માં જૂલાઇમાં શરૂ થયો હતો અને વર્લ્ડકપ 2019 સુધીનો હતો. ટીમ ઇન્ડિયા આ મહિને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં કોચ કોણ રહેશે તે જોવું પણ રસપ્રદ રહેશે.
શાસ્ત્રી પાછલા બે વર્ષથી કોચ છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા અનેક ટુર્નામેન્ટ રમી હતી. પરંતુ આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા જીતી શકી નહોતી. આ વખતે વર્લ્ડકપની સેમિફાઇનલમાં હારી તેના ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી, ઇંગ્લેન્ડમાં વન ડે સીરિઝ હારી હતી. વર્લ્ડ કપ પહેલાં જ ઑસ્ટ્રેલિયાએ વતનમાં ટીમ ઇન્ડિયાને હાર અપાવી હતી.
કેપ્ટન કોહલીએ કોચ તરીકે શાસ્ત્રીના ભરપેટ વખાણ કર્યા છે તેમાં બે મત નથી પરંતુ વર્લ્ડકપની હાર બાદ સમીકરણો બદલાઈ ગયા છે. બીસીસીઆઈના અધિકારીઓ પણ શાસ્ત્રીનો કોચ તરીકે વિરોધ કરી રહ્યાં છે. શાસ્ત્રીને તક મળી પરંતુ તે ક્યારેય ટીમને ચેમ્પિયન બનાવી શક્યા નથી. આ વખતે શાસ્ત્રીની હકાલપટ્ટી લગભગ નીશ્ચિત છે.