નવી દિલ્હીઃ સબ ટીવી પર પ્રસારિત થનારા શો તારક મેહતા કા ઉલ્ટા ચસ્મામાં એક લાંબા સમય પચી દયાબેનની બધાને યાદ આવી રહી છે. લાંબા સમય પછી નવરાત્રીમાં દયાબેનની એન્ટ્રી થવાની હતી. જોકે એન્ટ્રી ગોકુલધામમાં ન થઈ પરંતુ માતાજીના મંદિરે દયાબેનને બતાવવામાં આવ્યા. શોમાં દયાબેનને ગોકુલધામ લઈને આવવાનું કહીને સુંદરે જેઠાલાલનો દાવ કરી નાંખ્યો હતો.


સુંદર ગોકુલધમમાં એક નહીં પણ નવ મહિલાઓને લઈને આવે છે અને જેઠાલાલને તેમાંથી દયાબેન કોણ છે તે શોધવા માટે કહે છે. તેના માટે જેઠાલાલ સુંદર સાતે 50 હજાર રૂપિયા શરત પણ લગાવે છે. જોકે જેઠાલાલ ઘૂંઘટમાં ઉભેલી મહિલાઓમાંથી દયાબેનને શોધવામાં નિષ્ફળ જાય છે. બાદમાં સુંદરલાલે જેઠાલાલને આ તમામ યુવતીઓ સાથે ગરબા રમી તેમાંથી દયાબેનને શોધવા માટે કહ્યું. પણ જેઠાલાલ તેમ છતાં દયાબેનને શોધી ન શક્યા.

અંતે ગરબા પૂરા થયા બાદ જેઠાલાલે શરત હારી ગયાનું સ્વીકાર્યું. સુંદરલાલ જેઠાલાલને તમામ મહિલાના ઘૂંઘટ હટાવાવનું કહે છે. જોતે તેમાંથી એક પણ મહિલા દયાબેન નથી હોતી. એક પણ યુવતી દયાબેન ન મળતા ગોકુલધામવાસીઓના પગ નીચેથી પણ જમીન ખસી ગઈ, કારણકે છેલ્લી યુવતી પણ દયા નહોતી. તો આખરે દયા ગઈ ક્યાં? જવાબ જાણવા જેઠાલાલ અને ગોકુલધામવાસીઓ સુંદરલ લાલ સામે જોવે છે પરંતુ તે તેના મિત્રો સાથે ગાયબ થઈ જાય છે.



સુંદરની આ હરકથી જેઠાલાલ અને તમામ સભ્યો ગુસ્સે હતા. ત્યારે જ સુંદરનો ફોન આવે છે. જેઠાલાલે તેને ધમકાવતા તે બાપુજી સાથે વાત કરવાની જીદ કરે છે. તેણે બાપુજીને કહ્યું કે, જેઠાલાલ ગુસ્સો નહીં કરે તો તે  બધાની સામે આવવા તૈયાર છે. બાદમાં તે ગોકુલધામવાસી અને જેઠાલાલની સામે દયાબેનને ન લાવવા માટે ખુલાસો કરે છે.

સુંદરે કહ્યું કે, ગોકુલધામવાસીઓ દયા વગર ગરબા નહીં રમે તે વિચારે તેને વ્યથિત કરી દીધો હતો. પરંતુ દયા અને મા માતાજીની વિશેષ પૂજા કરવા મંદિરે ગયા હોવાથી દયાનું અહીં આવવું અશક્ય હતું તેમ કહી તેણે ગોકુલધામવાસીઓને મનાવવા પ્રયાસ કર્યો. આખરે લોકો તેની વાત માની ગયા, અને જેઠાલાલે પણ સુંદરલાલને માફ કરી દીધો.

બાદમાં જેઠાલાલ પર દયાનો ફોન આવે છે. જોકે ફોન ઉપાડ્યો તો દયાના બદેલ સુંદરનો અવાજ સંભળાયો, અને તેણે જીદ કરી કે તે હાલ જ વિડીયો કોલ કરશે. પરંતુ સુંદર પર ગુસ્સે ભરાયેલા જેઠાલાલ તેની સાથે વિડીયો કોલ કરવા તૈયાર નહોતા. આખરે દયાના નંબર પરથી વિડીયો કોલ આવ્યો, જેને રિસીવ કરતાં જ જેઠાલાલ તો રાજીના રેડ થઈ ગયા. બાદમાં દયાબેન સાથે જેઠાલાલ, ટપુ અને બાપુજીની વાત થાય છે.