દિશા વાકાણીએ નવરાત્રી સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કરી લીધું છે. રિપોર્ટ પ્રમાણે, દિશાએ અંબાજી મંદિરમાં નવરાત્રીના એપિસોડનું શૂટિંગ કર્યું છે. ત્યારે હવે બે વર્ષ બાદ દયાભાભીનો લૂક સામે આવ્યો છે. ફેન્સને ઉત્સુકતા હશે કે પ્રેગ્નેન્સી બાદ એક્ટ્રેસ દિશા વાકાણી કેવી લાગતી હશે. બે વર્ષ બાદ દયાભાભીને જોવા માટે સૌ કોઈ ઉત્સાહિત છે. ત્યારે સોશિયલ મીડિયા પર દિશાએ શૂટ કરેલા કમબેક એપિસોડના વિડીયો અને તસવીરો વાયરલ થઈ છે. દિશા વાકાણીના ફેન પેજ પર તસવીરો અને વિડીયો શેર કરવામાં આવે છે. ફેન પેજનો દાવો છે કે, આ તસવીરો અને વિડીયો દિશાએ હાલમાં અંબાજીમાં શૂટ કરેલા એપિસોડની છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવરાત્રીમાં દયાભાભી ગોકુલધામમાં નહીં આવે પરંતુ ફોન પર વાત કરશે. એપિસોડમાં દયાને જેઠાલાલ સાથે ફોન પર વાત કરતી બતાવવામાં આવશે. મતલબ કે, દયાભાભી રોજ ગોકુલધામમાં જોવા નહીં મળે. દિશાએ શૂટ કરેલા એપિસોડમાં માત્ર તેને ફોન પર વાત કરતી બતાવાશે. દિશાના ચાહકોએ રોજ તેને સીરિયલમાં રાહ જોવા માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે.