નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના હવે પછીના અધ્યક્ષ બનવા માટે તૈયાર છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનું સમર્થન કર્યું છે.
IPLમાં સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપમાં કોલકતા નાઈટ રાઈડર્સ માટે રમનાર શોએબ અખ્તરનું માનવું છે કે, ગાંગુલીએ પોતાના મુશ્કેલ સમય દરમિયાન ખેલાડીઓની માનસિકતા બદલવા ઉપરાંત ભારતીય ક્રિકેટને પણ બદલ્યું છે. કારણ કે તેની પાસે ક્રિકેટનું સારું એવું જ્ઞાન છે.
અખ્તરે પોતાની યુ ટ્યૂબ ચેનલ પર કહ્યું હતું કે, મને લાગ્યું કે હિંદુસ્તાન ક્રિકેટને જે એક વ્યક્તિ બદલવા માટે આવ્યો હતો તેનું નામ સૌરવ ગાંગુલી હતું. આ પહેલા 1997-98માં મને ક્યારેય લાગ્યું નહીં કે ભારત ક્યારેય પાકિસ્તાનને હરાવી નહીં શકે. મને ક્યારેય નહોતું લાગ્યું કે ભારત પાસે એવી સિસ્ટમ હોય જેથી તે પાકિસ્તાનને હરાવી શકે. જોકે સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટનો માનસિક વિચાર બદલ્યો છે.
ગાંગુલી હાલ બંગાલ ક્રિકેટ સંઘના અધ્યક્ષ છે અને તે બીસીસીઆઈ અધ્યક્ષ બનવાનું નક્કી છે. કારણ કે આ પદ માટે માત્ર એક જ નામાંકન ભરવામાં આવ્યું છે અને તે સૌરવ ગાંગુલીનું છે.
જોકે, સૌરવ ગાંગુલી એક વર્ષ કરતાં પણ ઓછા સમય માટે બીસીસીઆઈના અધ્યક્ષ હશે. સપ્ટેમ્બર 2020માં તે કૂલિંગ પીરિયડમાં જશે કારણ કે ગત પાંચ વર્ષથી સીએબીના અધ્યક્ષ છે. બીસીસીઆઈના નિયમ મુજબ કોઈપણ અધિકારી માત્ર છ વર્ષ માટે જ કોઈ પદ પર રહી શકે છે.
સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ બનવાથી પાકિસ્તાનનો કયો ખેલાડી ખુશખુશાલ છે? નામ જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
16 Oct 2019 10:29 AM (IST)
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનું સમર્થન કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -