સબ ટીવી પરથી પ્રસારિત થતી જાણીતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવી સોનુના પાત્ર માટે કલાકારનું નામ નક્કી થઈ ગયું છે. આ પહેલા એવું જણાવવામાં આવતું કે, શો નિર્માતા અનેક નવા કલાકારો સાથે વાતચીત કરી રહ્યા છે.



સોનુની ભૂમિકા માટે પલક સિધવાની અને ઝીનલ જૈનની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ આખરે પલક સિધવાનીને ફાઇનલ કરવામાં આવી છે.



પલક એક ન્યૂ કમર છે પરંતુ તેણે અનેક એડ ફિલ્મ્સ કરી છે. તે રોનિત રોય અને ટિસ્કા ચોપડા અભિનિત એક જાણીતી વેબસીરિઝનો હિસ્સો પણ રહી ચુકી છે. તેણે 21 ઓગસ્ટથી શૂટિંગ શરૂ કરી દીધું છે અને આગામી સપ્તાહે શોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.



પહેલા આ ભૂમિકા નિધિ ભાનુશાલી ભજવતી હતી. પરંતુ તેણે હાયર સ્ટડીઝ માટે શો છોડી દીધો હતો. નિધિએ 2012માં સનુ તરીકે ઝીલ મહેતાનું સ્થાન લીધું હતું અને એક્ટિંગ દ્વારા લોકોનું દિલ જીતી લીધું હતું. નિધિએ ટીવી ડેબ્ચૂ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે કર્યું અને 6 વર્ષથી વધારે સમય હિસ્સો રહી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

હાર્દિક પંડ્યાએ બોલીવુડની કઈ એક્ટ્રેસ સાથે રેમ્પ વોક કર્યું, જુઓ તસવીરો

પતિ સાથે ઝઘડાનો બદલો લેવા ધારદાર ચપ્પુ લઈને બેડરૂમમાં ઘૂસી પત્ની ને પછી......

કોહલી નહીં તોડી શકે તેંડુલકરનો આ એક જ રેકોર્ડ, જાણો કોણે કરી ભવિષ્યવાણી