'તારક મહેતા......'ને 10 વર્ષ પૂરાં થયાં ત્યારે જ સીરિયલના નિર્માતા માટે શું આવ્યા ખરાબ સમાચાર ?
મુંબઇઃ ‘તારત મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ શોના 10 વર્ષ પૂરા થવાની ખુશીમાં ડૂબી છે. તો ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હવે ટોચના પાંચ સીરિયલ્સના લિસ્ટમાંથી બહાર થઇ ગઇ છે. જોકે, આવું પ્રથમવાર થયું છે જ્યારે આ શો ટોચના પાંચ શોમાંથી બહાર થઇ ગયો છે. આ ટીવી શો હંમેશાથી ટોચના પાંચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ટીવી ક્વીન એકતા કપૂરની સુપરનેચરલ થ્રિલર સીરિયલ ‘નાગિન-3’ હવે પ્રથમ સ્થાન પર છે. નાના પડદા પર આ સમયે આ સૌથી વધુ જોવાતી સીરિયલ છે. એવું લાગી રહ્યું છે કે દર્શકો રહસ્ય અને કાલ્પનિક વાર્તાઓમાં સૌથી વધુ રસ દાખવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિક્શન સીરિયલ્સ વચ્ચે રિયાલિટી ‘ડાન્સ શો દીવાને’પણ સ્થાન જાળવી રાખ્યું છે. એન્ટરટેઇમેન્ટથી ભરપૂર આ ડાન્સ શોને ચોથું સ્થાન મળ્યું છે. જ્યારે નાના પડદા પર આગામી વર્ષે પોતાના 10 વર્ષ પૂરા કરવા જઇ રહેલી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ને પાંચમું સ્થાન મળ્યુ છે.
બીજી તરફ શ્રદ્ધા આર્યાની સીરિયલ કુંડલી ભાગ્યને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ‘નાગિન’ બાદ આ સીરિયલ બીજા સ્થાન પર છે. ત્યારબાદ ઝી ટીવીની જ બીજી સીરિયલ ‘કુમકુમ ભાગ્ય’નો આવે છે. શબીર અહલુવાલિયા અને સૃષ્ટિ ઝા સ્ટારર આ સીરિયલને દર્શકોએ ત્રીજા સ્થાન પર રાખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -