પીવી સિંધૂ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં, મારિન સાથે થશે મુકાબલો
મારિને રિયો ઓલમ્પિકમાં સિંધૂને ત્રણ ગેમમાં હરાવીને ગોલ્ડ મેડલથી વંચિત રાખી હતી. ભારતે વિશ્વ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં કુલ સાત મેડલ જીત્યા છે પરંતુ અત્યાર સુધી એક પણ ગોલ્ડ મેડલ જીત્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિંધુએ ક્વાર્ટરફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને ગત ચેમ્પિયનશિપની ફાઈનલની હારનો બદલો લીધો હતો અને હવે સેમીફાઈનલમાં તેણે વધુ એક જાપાની ખેલાડીને બીજી ગેમમાં યામાગુચીને 55 મિનિટમાં હરાવી દીધી હતી. રવિવારે ફાઈનલમાં સિંધુનો પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિન સાથે મુકાબલો થશે. સિંધુ પાસે હવે મારિનને રિયો ઓલમ્પિકની ફાઈનલની હારનો બદલો લેવાની તક છે.
નાનજિંગ: સિલ્વર મેડલ વિજેતા ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ શાનદાર પ્રદર્શન કરી જાપાનની અકાને યામાગુચીને 21-16 24-22થી હરાવી સતત બીજી વખત વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલા સિંગલની ફાઈનલમાં પ્રેવશ મેળવી લીધો છે. વિશ્વ ચેમ્પિયનમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતી ચુકેલી સિંધૂ આ હરિફાઈમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવવા માટે માત્ર એક ડગલું દૂર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -