નવી દિલ્હીઃ હાલમાં જ અહેવાલ આવ્યા હતા દિશા વાકાણી એટલે કે દયાબેન શોમાં વાપસી કરવા જઈ રહી છે જેને લઈને જેઠાલાલ ખૂબ જ ખુશ છે. એવામાં ગોકુલધામની મહિલા મંડલ દયાબેનની વાપસી માટે એક પ્લાન બનાવે છે.

એપિસોડની શરૂઆત તારક અને અંજલીના સવાલ જવાબથી થાય છે. તારક માં દુર્ગાની સામે બેસીને આર્ટિકલ લખે છે. એવામાં અંજલી કહે છે કે, આ વખતે દુર્ગા પૂજામાં તમામ મહિલાઓ સાલસા ગરબા કરશે જેના માટે તે તમામ ક્લબ હાઉસમાં ભેગી થાય છે અને કોરિગ્રાફર તેને ગરબા શીખવાડે છે.

ક્લબ બાઉસમાં ગરબા માટે ભેગા થવા પર અંજલી કોરિયોગ્રાફરને કહે છે કે, આ વખતે તેમને તે એવા ગરબા શીખવાડે કે તે ટપ્પુ સેનાને હરાવી શકે. આ વિશે તમામ મહિલાઓ ચર્ચા કરતી હોય છે ત્યારે અંજલી વિચારવા લાગે છે. મહિલાઓ દ્વારા પૂછવા પર તે કહે છે કે તે દયાબેનને મિસ કરી રહી છે. તે ઈચ્છે છે કે નવરાત્રી પર દયાબેન પરત ફરે. તેને લઈને મહિલા મંડળ જેઠાલાલને મળીને આ વાત પર ચર્ચા કરવાની યોજના બનાવે છે.

બબીતા, જેઠાલાલને મળવા માટે ફોન કરે છે તો તે ફોન કટ કરી દે છે. બબીતા, બાઘાને ફોન કરે ચે તે પણ આમ જ કરે છે. બધી મહિલા વિચારમાં પડી જાય છે કે, જેઠાલાલ કેમ ફોન નથી ઉપાડતા. એવામાં જેઠાલાલ કોલ બેક કરીને બબીતાને ફોન કાપવાનું કારણ આપે છે અને બબીતા તેને પોતાના પ્લાન વિશે જણાવે છે. જેઠાલાલ તેની મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે અને દયાબેન પરત આવાવની સલાહને કારણે તે મિઠાઈ ખરીદવા ચાલ્યા જાય છે. હવે જોવાનું રહેશે કે દાયબેનની આ વખતે શોમાં વાપસી કેવી રીતે થાય છે.