પીએમે ખુદ તેનો વીડિયો ટ્વીટ કરીને સાફ સફાઈનો મેસેજ આપ્યો. વીડિયોમાં મોદી બીચ પર ફેલાયેલા કચરાને ઉઠાવીને એકઠો કરતા દેખાઇ રહ્યા છે.
વીડિયોની સાથે મોદીએ લખ્યું કે આજે સવારે મમલ્લાપુરમના બીચ પર સાફ-સફાઇ કરી. આ કામ અંદાજે અડધો કલાક કર્યું. મેં એકત્ર કરેલો કચરો જયરાજને આપ્યો, જે હોટલ સ્ટાફનો હિસ્સો છે. મોદીએ આગળ લખ્યું કે ચાલો એ પાક્કું કરીએ કે આપણા જાહેર સ્થળ ચોખ્ખા રહેશે. એ પાક્કું કરે છે કે આપણે ફિટ અને સ્વસ્થ રહીશું.
નોંધનીય છે કે, મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા માટે તમિલનાડુ ગયા ચે. બન્ને વચ્ચે શુક્રવારે રાત્રે મીટિંગ યોજાઈ હતી. ડિનર પર અંદાજે અઢી કલાક સુધી ચર્ચા કરી હતી. આ મીટિંગમાં આતંકવાદ, વ્યાપારિક સંતુલન પર વાત થઇ હતી. આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતનો બીજો દિવસ છે.