આજનો સમય ઓનલાઈન શોપિંગનો છે પણ આ શોપિંગ કરતાં સમયે લોકો જરૂરી સાવચેતી ન રાખે તો તેને ફ્રોડનો ભોગ બનવું પડે છે. આવું જ કંઈક બોલિવૂડ એક્ટ્રેસ સાથે થયું છે. હાલમાં જ અહેવાલ સામે આવ્યા છે કે, બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમી પણ ઓનલાઈન ફ્રોડનો ભોગ બની છે. શબાનાએ ઓનલાઈન એક મોંઘા દારૂનો ઓર્ડર આપ્યો હતો પરંતુ તેના બદલામાં તેની સાથે ફ્રોડ થયો. આ જાણકારી શબનાઆ પેતોના ટ્વિટર એકાઉન્ડ પર પણ શેર કરી છે.
શબાના આઝમી સાથે થયો ઓનલાઈન ફ્રોડ
શબાના આઝમીએ ટ્વીટ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું છે, સાવધાન ! મારી સાથે એ લોકોએ ફ્રોડ કર્યો છે. મેં રૂપિયા આપીને ઓર્ડર કર્યો હતો. પરંતુ હજુ સુધી આઈટમ ડિલીવરી નથી થઈ અને એ લોકોએ મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. આ ટ્વીટમાં તેમણે પોતોના ટ્રાન્ઝેક્શનની જાણકારી પણ શેર કરી છે. જોકે શબાનાએ પોતાના આ પોસ્ટમાં ખુલાસો નથી કર્યો કે તેની સાથે કેટલા રૂપિયાનો ફ્રોડ થયો છે. જ્યારે આ મામલે તેમણે કહ્યું કે, તેમણે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે.
આ સ્ટાર્સ પણ ઓનલાઈન ફ્રોડનો ભોગ બની ચૂક્યા છે
જણાવે કે, બોલિવૂડમાં છેતરપિંડીનો ભોગ બનવાનો આ પ્રથમ કેસ નથી. આ પહેલા પણ અક્ષય ખન્ના, નરગિસ ફખરી અને કરણ સિંહ ગ્રોવર જેવા સ્ટાર પણ છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા છે. આ લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ પણ બન્યા છે.
આ ફિલ્મમાં જોવા મળશે શબાના
વર્કફ્રન્ટની વાત કરીએ તો શબાના આઝમી ટૂંકમાં જ દિવ્યા દત્તાની ફિલ્મ શીર ખુરમામાં જોવા મળશે. શબાના સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. તે મોટેભાગે પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. તેના કારણે તે ઘણી વખત ટ્રોલિંગનો ભોગ પણ બને છે.