મુંબઈ: ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 12 વર્ષથી દર્શકોને એન્ટરટેનન કરે છે. આ શોમાં કામ કરતા તમામ લોકોએ ફેન્સના દિલમાં અલગ સ્થાન બનાવ્યું છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સોનૂની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ પલક સિદ્ધવાનીની આ શો માટે ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.



નાનપણથી જ એક્ટિંગ અને મોડલિંગનો શોખ રાખતી પલક માત્ર 15 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દિધુ હતું. પરંતુ અહીં સુધી પહોંચવા માટે પલકે ખૂબ જ સંધર્ષ કર્યું છે. પલક ફેશન ઈવેન્ટમાં જતી હતી આજ કારણે તેને ટીવી જાહેરખબરોમાં કામ મળતું હતું. બાદમાં પલકે મોડલિંગ કોમ્પિટીશનમાં ભાગ લીધો અને તેમાં જીત મેળવી. આ કોમ્પિટીશનમાં જીત બાદ પલક સિદ્ધવાનીને અમૂલ અને ગૂગલ જેવી મોટી બ્રાન્ડ્સની જાહેરખબરોમાં કામ કરવાની તક મળી હતી.



આ સિવાય પલક ટિસ્કા ચોપડા અને રોનિત રોયની ચર્ચિત વેબ સિરીઝ હોસ્ટેજેસમાં પણ કામ કરી ચૂકી છે. પલકે ગત વર્ષથી જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું છે. લોકો તેના કામને ખૂબ જ પસંદ કરે છે. પલકના પિતા બેંકર છે અને મમ્મી સ્કૂલ ટીચર છે.