‘તારક મહેતા..’ પર પ્રતિબંધ લગાવવા મુદ્દે અસિત કુમારે આપ્યો ખુલાસો, જાણો શું કહ્યું...
મીડિયા સાથે વાતચીત દરમિયાન શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ કૃપાલ સિંહે કહ્યું કે,’આ સીરિયલે દસમા શીખ ગુરૂ ગોવિંદ સિંહના એક જીવન ચરિત્રને દર્શાવીને સમગ્ર સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડી છે. જે શીખ સિદ્ધાંતો વિરૂદ્ધ હતું.’ તેમણે આગળ ઉમેર્યું હતું કે,’કોઇ એક્ટર પોતાને દસમા શીખ ગુરૂ ગોવિંદ સિંહ સમાન ના રાખી શકે. આ માફીને લાયક નથી.’
બબિતાનો રોલ કરનારી મુનમુન દત્તાએ આ બાબતે કહ્યું કે, શૉમાં અમારા સાથી ગુરુચરણ સિંહ પોતે શિખ સમુદાયના છે. તે કોઈ પણ સમાજની લાગણી દુભાય તેવું કામ ન કરી શકે. તેમણે પોતે તે શૂટ દરમિયાન કહ્યું હતુ કે કોઈને પણ ગુરુ ગોવિંદ સિંહજીનો રોલ કરવાની મંજૂરી નથી. ત્યારપછી તેમણે ખાલસાનો રોલ કર્યો હતો. જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે, તેમણે આ એપિસોડ ફરીવાર જોવો જોઈએ.
અસિત કુમારે વધુમાં જણાવ્યું કે, અમે પણ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગુરૂનું રુપ ધારણ ન કરી શકે. અમે ગુરુ ગોવિંદ સિંહનું સ્વરૂપ નથી દર્શાવ્યું. અમે સોઢીને ખાલસાના રૂપમાં બતાવ્યો હતો.
શૉના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીનું કહેવું છે કે, રોશન સિંહ સોઢીને અમે ગુરુ ગોવિંદ સિંહજીના ખાલસાના સ્વરૂપમાં બતાવ્યો હતો. અમે દરેક ધર્મનું સન્માન કરીએ છીએ અને અમે કોઈ પણ ધર્મનું અપમાન નથી કરી શકતા. કોઈની ધાર્મિક લાગણીઓને હાનિ પહોંચાડવાનો પણ અમારો હેતુ નહોતો.
નવી દિલ્હીઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પર પ્રતિબંધ લગાવવાનો વિવાદ વધુને વધુ ઘેરો બની રહ્યો છે. આ વિવાદ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો 8 સપ્ટેમ્બરે પ્રસારિત 2287માં એપિસોડને લઈને હતો. શો સાથે જોડાયેલ સૂત્રોનું કહેવું છે કે, આ એપિસોડમાં પ્રસારિત કરવામાં આવેલ પ્રકરણનું ખોટી રીતે અર્થઘટન કરવાને કારણે આ વિવાદ થયો છે. હવે શોના પ્રોડ્યૂસર અને ક્રિએટરે પણ વાવિદને લઈને ખુલાસો કર્યો છે.