Reliance Jioએ ફેસ્ટિવલ સીઝન માટે લોન્ચ કરી નવી ઓફર, માત્ર 999 રૂપિયામાં મળી રહ્યું છે JioFi ડોંગલ
રિલાયન્સ જિઓ, જેની પાસે 12.5 કરોડ સબ્સક્રાઈબર્સ છે, એરટેલ અને વોડાફોની VoLTE સેવા શરૂ થતા પહેલા વધુમાં વધુ બજાર સુધી પોતાની પહોંચ વધારવા માગે છે. અત્યાર સુધી રિલાયન્સ જિઓ 10.8 ટકા મોબાઈલ સબ્સક્રાઈબર્સ બજાર પર પોતાનો કબ્જો જમાવી ચૂક્યુ છે, તેમાંથી મોટાભાગના નાના ખેલાડીઓ પાસેથી મેળવવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે નવી 999 રૂપિયાવાળી ઓફર અંતર્ગત Jiofi ખરીદદારોને ચાર રિચાર્જ સાઈકલ સુધી 28 દિવસ માટે અનલિમિટેડ કોલ્સ, 2 જીબી 4જી ડેટા પ્રતિ દિવસ, 100 એસએમએસ પ્રતિ દવસ અથવા 6 રિચાર્જ સાઈકલ સુધી 28 દિવસ માટે અનલિમિટેડ કોલ્સ, 1 જીબી 4જી ડેટા પ્રતિ દિવસ, 1000 એસએમએસ પ્રતિદિવસ મળશે.
આ પ્રથમ ઘટના નથી જ્યારે રિલાયન્સ જિઓએ સંભવિત મોબાઈલ ઇન્ટરનેટ યૂઝર્સને પોતાના નેટવર્ક તરફ આકર્ષિત કરવા માટે જિયોફાઈ પર ઓફર આપી હોય. વિતેલા કેટલાક મહિનાથી રિલાયન્સ જિઓ વર્ચ્યુઅલી જિયોફાઈ ડોંગલ ફ્રીમાં આપવાની ઓફર આપી રહી હતી. આ ઓફર અંતર્ગત યૂઝર્સને 1999 રૂપિયાના પેમન્ટ પર ડોંગલની કિંમત બરાબર ફ્રી ડેટા અને વોઈસ સુવિધા આગામી 12 મહિના માટે આપવામાં આવી હતી.
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપનીઓની જેમ જ રિલાયન્સ જિઓએ પણ ફેસ્ટિવલ ઓફર લોન્ચ કરી છે. આ ફેસ્ટિવલ સીઝનમાં રિલાયન્સ જિઓએ પોતાના Jiofi ડોંગલની કિંમત 1999 રૂપિયાથી ઘટાડીને માત્ર 999 રૂપિયા કરી છે. Jiofi પર આ ઓફર એવા ગ્રાહકોને મળશે જે 20 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2017ની વચ્ચે Jiofi ડોંગલ ખરીદશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -