તૈમૂર સાથે લગ્ન કરવા માગે છે આ બોલિવૂડ એક્ટ્રેસ, કરીના કપૂરે કહી આ વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jan 2021 10:19 AM (IST)
તૈમૂર અલી ખાનનો થયો ત્યારથી તેની ફેન ફોલોઇંગ જોરદાર છે. તે સોશિયલ મીડિયા સેંસેશન છે. તેની તસવીર અવારનવાર વાયરલ થતી રહે છે.
બોલિવૂડ ડાન્સર નોરા ફતેહીએ દેશના સૌથી સ્વી બોય તૈમૂર અલી ખાન સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે કરીના કપૂર ખાનના ચેટ શો ‘વ્હોટ વીમેન વોન્ટ’માં તૈમૂરની માતા એટલે કે કરીના કપૂરને કહ્યું કે તૈમૂર મોટા થવા પર તેની સાથે લગ્ન કરવા ઇચ્છું છું. જ્યારે કરીના કપૂરે કહ્યું કે, તે અને તેના પતિ સૈફ અલી ખાન તેના ડાન્સિંગ મૂવ્સમાં મોટા ફેન છે. નોરાએ તેના માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, “હું આશા રાખું છું કે તૈમૂર ઝડપથી મોટો થઈ જાય. આપણે મારા અને તેની વચ્ચે સગાઈ અથવા લગ્ન વિશે વિચારી શકીએ છીએ.” તેના રિપ્લાઈમાં કરીનાએ કહ્યું કે, તે હજુ 4 વર્ષનો છે. તેને હજુ ઘણો સમય લાગશે. તો નોરા હસતા હસતા કહે છે કે કંઈ વાંધો નહીં, હું રાહ જોઈશ. જણાવીએ કે તૈમૂર અલી ખાનનો થયો ત્યારથી તેની ફેન ફોલોઇંગ જોરદાર છે. તે સોશિયલ મીડિયા સેંસેશન છે. તેની તસવીર અવારનવાર વાયરલ થતી રહે છે. જ્યારે કરીનીના વાત કરીએ તો તેણે ઓગસ્ટ મહિનામાં પોતાની પ્રેગેન્નેસી વિશે જાણકારી આપી હતી. પ્રેગ્નેન્સીમાં પણ કરીના પોતાના અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાનું શૂટિંગ કરતી જોવા મળી હતી.