નવી દિલ્હીઃ તમિલ અભિનેતા મંસૂર અલી ખાને હાલમાં જ પૂરી થયેલ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. અલીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને દાવો કર્યો છે કે ઈવીએમ મશીન સાથે છેડછાડ કરી શકાય છે અને તેને તે સાબિત કરવાની મંજૂરી આપવામાં આવે. અલીએ પોતાની અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે ઈવીએમ ટેમ્પર પ્રૂફ નથી. ખાને મોટા ભાગની તમિલ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે.



ખાને તેની અરજીમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે તેને એક્સપર્ટની સાથે ચૂંટણી પંટની સામે એ સાબિત કરવાની તક આપવી જોઈએ કે ઈવીએમમાં છેડછાડ કરી શકાય છે. તેણે કહ્યું કે આ પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજની દેખરેખમાં કરાવવી જોઈએ.



ઈવીએમ 1989-1990માં જ બનીને તૈયાર થયું હતું. નવેમ્બરમાં પ્રથમ વાર તેનો ઉપયોગ મધ્યપ્રદેશના પાંચ, રાજસ્થાનના પાંચ અને દિલ્હીની છ વિધાનસભા સીટ પર કરવામાં આવ્યો હતો. જયારે વીવીપેટનો પ્રથમ વાર ઉપયોગ 2013માં નાગાલેન્ડની એક સીટ પર થયો હતો.