અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાના અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી.

હવામાન ખાતાની વેબસાઇટ ઉપર કરેલી આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. જેમાં પહેલા દિવસે એટલે કે 28ની જૂનના દિવસે દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓમાં વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના બાદ કરતા ધીમીધારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લામાં વરાસદ રહેશે. કચ્છ અને દિવસમાં પણ ઓછા પ્રમાણમાં વરસાદ રહે છે. આ સિવાયના જિલ્લાઓમાં હવામાન ચોખ્ખુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.



29મી જૂને બનાસકાંઠા-પાટણ જિલ્લાને બાદ કરતા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાત અને કચ્છના તમામ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, રાજકોટ, કચ્છમાં વરસાદ રહેશે.

30મી જૂનના દિવસે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવાથી વધારે પ્રમાણનો વરસાદ રહેશે. મધ્ય ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર, અરવલ્લીમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.