'ક્વીન'ની તમિલ રીમેક લોન્ચ, આ હોટ અભિનેત્રી ભજવશે કંગનાનું પાત્ર
બીજી તરફ કાજલે જણાવ્યું કે, તે આ ફિલ્મમાં પોતાની રીતે કામ કરશે. તેણે કહ્યું કે, ‘અમે ફિલ્મને તમિલમાં કન્વર્ટ કરી રહ્યાં છીએ. અહીં હું કોઈની જગ્યા લઈ રહી નથી. આ મારા માટે ખૂબ જ ખાસ ફિલ્મ હશે.’ ફિલ્મનું નિર્માણ મેડિએન્ટે એન્ટરટેઈનમેન્ટ અને લીગર કરી રહ્યાં છે. ફિલ્મના તેલુગુ વર્ઝનમાં તમન્ના ભાટિયા જ્યારે મલયાલમ વર્ઝનમાં મંજીમા મોહન હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મના કન્નડ વર્ઝનનું નિર્દેશન કરી રહેલા અભિનેતા-ફિલ્મકાર રમેશ અરવિંદ જ આ તમિલ વર્ઝનનું પણ નિર્દેશન કરશે. ફિલ્મ વિશે અરવિંદે કહ્યું, ‘આ ફિલ્મનો હિસ્સો બનવું એ સન્માનની વાત છે. હું કન્નડ અને તમિલ વર્ઝનનું નિર્દેશન કરી રહ્યો છું. અમે કાજલ સાથે કામ કરવાને લીધે ઉત્સાહિત છે જે બ્યૂટી, ટેલેન્ટ અને ઉત્સાહનું મિશ્રણ છે.’
સમીક્ષકો દ્વારા વખાણવામાં આવેલ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ક્વીનની તમિલ રીમેક રવિવારે લોન્ચ કરવામાં આવી. તેનું શીર્ષક પેરિસ પેરિસ છે અને તેમાં કાજલ અગ્રવાલ મુખ્ય ભૂમિકા ભજવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -