સાઉથની સેક્સ બોમ્બ હીરોઈન સાથે ટીવી ચેનલ હેડે સેક્સની વ્યક્ત કરી ઈચ્છા, જાણો શું કહ્યું?

જણાવીએ કે શનિવારે રાત્રે કેરળમાં એક અભિનેત્રી સાથે ચાલતી કારમાં છેડછાડની ઘટના સામે આવી હતી. આરોપીઓમાં તેનો ડ્રાઈવર પણ સામેલ હતો.
ત્યાર બાદ તે એક્ઝીક્યૂટિવના શબ્દો હતા...સારું તો ઠીક છે. અને હસતા ત્યાંથી નીકળી ગયા. જોકે, આ ઘટના ક્યાં અને ક્યારની છે તેનો અભિનેત્રીએ કોઈ ઉલ્લેખ કર્યો નથી. તેણે પ્રોગ્રામિંગ હેડ અને ચેનલનું નામ પણ નથી આપ્યું.
વારાલક્ષ્મીએ પોતાની પોસ્ટમાં એક મીટિંગનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, જાણીતી ચેનલના એક એક્ઝીક્યૂટિવે મને કહ્યું હતું કે, શું બન્ને બહાર મળી શકીએ. મેં પૂછ્યું શું આ કોઈ અન્ય કામના મામલે છે, તો તેમણે જવાબ આપ્યું કે, ના ના...કોઈ કામ નથી...અન્ય વસ્તુ માટે. મેં આશ્ચર્ય અને અને મારા ગુસ્સાને છૂપાવતા કહ્યું સોરી, તમે અહીંથી જઈ શકો છો.
અભિનેત્રી વારાલક્ષ્મી સરતકુમારે કહ્યું કે, મહિલાઓની સુરક્ષા એક મજાક બની ગઈ છે. તેના માટે મહિલાઓએ જ આગળ આવવું પડશે. પુરુષોને જણાવવું પડશે કે મહિલાઓનં અપમાન કરવાનું બંધ કરે. સોશિયલ મીડિયામાં વારાલક્ષ્મીએ પોતાનો બળાપો કાઢ્યો હતો. વારાલક્ષ્મીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
ચેન્નઈઃ મલયાલમ અભિનેત્રીના અપહરણ અને છેડછાડની ઘટનાની વચ્ચે જાણીતી તમિલ અભિનેત્રી વારાલક્ષ્મી સરત કુમારે એક જાણીતી ચેનલના પ્રોગ્રામિંગ હેડ પર ગંભીર આરોપ લગાવ્યો છે.