1000ની નવી નોટનું પ્રિન્ટિંગ શરૂ, જાણો ક્યારે બજારમાં આવશે અને શું હશે ખાસિયત?
સરકારે તાજેતરમાં પ૦૦ અને ર૦૦૦ની નવી ડિઝાઇન અને નવા સિકયુરીટી ફિચર્સ સાથે ચલણમાં મુકેલી છે. આ નવી નોટ ૧પ.૪૪ લાખ કરોડની ડી-મોનેટાઇઝડ કરન્સી નોટના બદલામાં ચલણમાં મુકવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેંકના સુત્રોના કહેવા મુજબ રૂપિયા ૧૦૦૦ની નવા અવતારની નોટનું પ્રોડકશન શરૂ કરી દેવામાં આવ્યુ છે પરંતુ આ નોટ કયારે ચલણમાં મુકાશે તેનો સમય હજુ નક્કી કરવામાં આવ્યો નથી. જોકે ચર્ચા એવી છે કે, આગામી એપ્રિલ મહિનામાં 1000ની નવી નોટ બજારમાં મુકવામાં આવી શકે છે.
અગાઉ જાન્યુઆરી ર૦૧૭માં જ આ નોટ વહેતી કરી દેવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ પરંતુ રૂપિયા પ૦૦ની નોટની વધુ જરૂરીયાત હોવાથી રૂપિયા ૧૦૦૦ની નોટ પુનઃ ચલણમાં મુકવા થોડો સમય રાહ જોવાનુ નક્કી થયુ હતુ. રૂપિયા ૧૦૦૦ની નોટ ચલણમાં મુકાશે એટલે લોકોને ઘણી રાહત થશે કારણ કે રૂપિયા ર૦૦૦ની નોટથી છુટાની સમસ્યા વધી ગઇ છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર 1000 રૂપિયાની નવી નોટ જારી કરવાની તૈયારી કરી લીધી છે. એક મુખ્ય સમાચારપત્ર અનુસાર કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીએ દાવો કર્યો છે કે, નોટબંધી બાદ બંધ થયેલ 500 અને 1000 રૂપિયાની નોટની જગ્યાએ નવી 1000રૂપિયાની નોટ બજારમાં આવશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રિઝર્વ બેંકે 1000 રૂપિયાની નવી નોટનું પ્રિન્ટિંગનું કામ પણ શરૂ કરી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -