Tanishtha Chatterjee Breast Cancer: જાણીતી અભિનેત્રી અને દિગ્દર્શક તનિષ્ઠા ચેટર્જી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. થોડા સમય પહેલા તેણીએ તેના પિતા ગુમાવ્યા હતા અને હવે તે કેન્સરનો ભોગ બની છે. તનિષ્ઠાને સ્ટેજ 4 બ્રેસ્ટ કેન્સર છે. જ્યારે તનિષ્ઠાને આ વિશે ખબર પડી ત્યારે તે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તેણીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેના કેન્સર વિશે જણાવ્યું હતું. તનિષ્ઠાએ કહ્યું કે તે તેની પુત્રીને લઇને ખૂબ જ ચિંતિત છે.

તનિષ્ઠાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે ખાસ વાતચીતમાં તેના કેન્સર વિશે જણાવ્યું હતું. તનિષ્ઠાને ચાર મહિના પહેલા તેના કેન્સર વિશે ખબર પડી હતી. તેણીએ કહ્યું હતું કે- ગયા વર્ષે મેં મારા પિતાને કેન્સરથી ગુમાવ્યા હતા. જ્યારે મને મારા રોગ વિશે ખબર પડી ત્યારે હું આ આઘાતમાંથી સ્વસ્થ થઈ રહી હતી.

હું મજબૂત બનીને કંટાળી ગઈ છું

તનિષ્ઠાએ કહ્યું હતું કે- 'મારા જીવનમાં બધું જ વિખેરાઇ ગયું છે. પણ હું તૂટી નથી. મેં આમાંથી માનવતા શીખી છે. લોકો તમારી કાળજી રાખે છે. આ પહેલી વાર છે જ્યારે હું મજબૂત બનવાથી કંટાળી ગઈ છું. ગયા વર્ષે મેં મારા પિતાને કેન્સરથી ગુમાવ્યા હતા. હું તેમના મૃત્યુનો શોક પણ કરી શકી ન હતી. કારણ કે મારે 70 વર્ષની માતા અને 9 વર્ષની પુત્રીની સંભાળ રાખવાની છે. મારે તેમના માટે મજબૂત રહેવું પડ્યું. જે દિવસે મને સ્ટેજ 4 સ્તન કેન્સર વિશે ખબર પડી ત્યારે મેં વિચાર્યું કે મારી સાથે આવું કેમ થયું? મારા એવા ક્યા કર્મો છે ? હું ભાંગી પડી હતી.'

પુત્રીને અમેરિકા મોકલી દીધી

તનિષ્ઠાએ વધુમાં જણાવ્યું કે તેણે તેની પુત્રીને તેની બહેન સાથે અમેરિકા મોકલી છે. તેણે કહ્યું હતું કે- 'તે મારાથી દૂર જવા માંગતી ન હતી પણ હું તેનું બાળપણ બગાડવા માંગતી ન હતી. હું નહોતી ઇચ્છતી કે તે એકલતા અનુભવે. હું ઇચ્છું છું કે તેણીને ખબર પડે કે મારા સિવાય તેની પાસે એવા લોકો છે જે તેને પ્રેમ કરે છે.'