મુંબઇઃ બૉલીવુડમાં હાલમાં મીટૂ કેમ્પેઇનને લઇને ચર્ચમાં આવેલી એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ હવે ફરી એકવાર વિવાદિત આપ્યુ છે. નાના પાટેકર સાથેના વિવાદ બાદ હવે તેને બૉલીવુડના સ્ટાર એક્ટર અજય દેવગનને પાખંડી ગણાવ્યો છે. તનુશ્રીનું આ નિવેદન અજય દેવગનની ફિલ્મ 'દે દે પ્યાર દે'ને લઇને આવ્યુ છે.


મામલો એવો છે કે, અજય દેવગનની ફિલ્મ 'દે દે પ્યાર દે'માં મીટૂના આરોપોમાં ફસાયેલા અભિનેતા આલોકનાથ દેખાયા છે. આને લઇને અભિનેત્રી તનુશ્રી દત્તા ભડકી ગઇ હતી. ફિલ્મના ટ્રેલરમાં આલોકનાથને જોઇને તેને ગુસ્સો ઠાલવ્યો છે.



તેને એક્ટર અજય દેવગન પર નિશાન સાધતા કહ્યું કે, 'હિન્દી સિનેમા પાખંડીઓથી ભરેલી છે. 'દે દે પ્યાર દે' ફિલ્મના મેકર્સે એક રેપિસ્ટને પોતાની ફિલ્મમાં લીધો છે. ઉલ્લેખનીય છે કે, મીટૂ કેમ્પેઇન અંતર્ગત આલોકનાથ પર કેટલીય મહિલાઓએ આરોપ લગાવ્યા હતા.