અમદાવાદઃ વિશ્વની ટોચની સ્વીમવેર બ્રાન્ડ સ્પીડોએ અમદાવાદમાં અમદાવાદ વન મોલ ખાતે ઓલિમ્પયન સ્વીમર, અર્જુન, એવોર્ડ વિજેતા અને સ્પીડો ફિટનેસ મેન્ટર રેહાન પોંચા સાથે એકસ્ક્લુસિવ ફિટનેસ મીટનું આયોજન કર્યું હતું. અમદાવાદમાં કંપનીએ શરૂ કરેલો બીજો સ્ટોર છે. અમદાવાદમાં સૌથી મોટા મોલ એવા અમદાવાદ વન મોલમાં શરૂ થયેલા આ સ્ટોરમાં સ્વીમર્સ માટેનું સંપૂર્ણ કલેકશન ઉપલબ્ધ છે. જેમાં સ્વીમરવેરથી લઈને એસેસરીઝ સુધીનો સમાવેશ થાય છે. આ સ્ટોરમાં નવા સ્વીમર્સ થી લઈને પ્રોફેશનલ એમ તમામ શ્રેણી માટેનું કલેકશન ઉપલબ્ધ છે.
શું કહ્યું રેહાન પોંચાએ ?
ભારતીય સ્વીમીંગમાં પોસ્ટરબોય રોહન પોંચાએ એકસ્કલુસિવ સ્પીડો સ્ટોરની મુલાકાત લીધી હતી. તેણે મુલાકાતમાં સ્વીમીંગનાં સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ, અગત્યની ટીપ્સ, દૈનિક જીવનશૈલીમાં સ્વીમીંગનો કેવી રીતે સમાવેશ કરી શકાય અને ફીટનેસ કેળવાય વગેરે અંગે વાતો કરી હતી. ઓલિમ્પયન, અર્જુન એવોર્ડ વિજેતા અને સ્પીડો ફિટનેસ મેનર રેહાન પોંચાએ જણાવ્યું હતું કે, ‘મારા માટે સ્વીમીંગ મને તરોતાજા રાખનારું પરિબળ છે અને દૈનિક જીવનશૈલીમાં દબાવથી દૂર રાખવામાં સ્વીમીંગ મદદરૂપ થાય છે. સ્પીડોએ મને આ સ્ટોરની મુલાકાત લેવાની તક આપી, તે બદલ હું તેમનો આભાર માનુ છું. આ તકનો લાભ લઈને સ્વીમીંગ અંગેની અગત્યની ટીપ્સ, સ્વીમીંગનો ફીટનેસમાં કેવી રીતે લાભ થાય વગેરે અંગેની વિગતો દર્શાવીશ. સ્પીડો જેવી બ્રાન્ડ સાથે જોડાતા મને ગૌરવની લાગણી થાય છે.’
સ્પીડો ઈન્ડિયાના બિઝનેસ હેડ નીર ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘સ્વીમીંગની વધી રહેલી માંગ અને લોકપ્રિયતાને લક્ષમાં લઈને અમે ભારતનાં ટોચનાં સ્વીમર રેહાન પોંચા સાથે ઈન્ટરેકટીવ ફિટનેસ સેશન રાખ્યું હતું. સ્ટોરનાં પેટ્રન્સ અને રેહાન પોંચા સાથે થયેલા રસપ્રદ વાર્તાલાપને નિહાળવાની મળેલી તક બદલ અમને ખુશીની લાગણી થાય છે. અમને આશા છે કે આવા સેશન્સને કારણે વધારે ને વધારે લોકો સ્વીમીંગને ચાહવા પ્રરાશે.’
ભારતનો 41મો સ્પીડો સ્ટોર
આજે વિશ્વનાં ટોચનાં સ્વીમર્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ત્યારે સ્પીડો પરફોર્મન્સ, કમ્ફર્ટ અને સ્ટાઈલ આપે છે. અમદાવાદમાં શરૂ થયેલો નવો સ્પીડો સ્ટોર ભારતમાં 41મો સ્ટોર છે. સ્પીડો ભારતમાં અમદાવાદ ઉપરાંત મુંબઈ, દિલ્હી, ગુડગાંવ, નોઈડા, પુના, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, ચંદીગઢ, કોચીન, જયપુર અને કોલકાતામાં સ્ટોર્સ ધરાવે છે.
અમદાવાદમાં સ્પીડોનો બીજો ફિટનેસ સ્ટોર ખૂલ્યો, અર્જુન એવોર્ડ વિજેતા રેહાન પોંચાએ આપી ફિટનેસ ટિપ્સ
abpasmita.in
Updated at:
18 Apr 2019 10:29 AM (IST)
અમદાવાદ વન મોલમાં શરૂ થયેલા આ સ્ટોરમાં સ્વીમર્સ માટેનું સંપૂર્ણ કલેકશન ઉપલબ્ધ છે. જેમાં સ્વીમરવેરથી લઈને એસેસરીઝ સુધીનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -