ઉલ્લેખનીય છે કે ડાયરેક્ટર સુભાષ કપૂર પર ગીતિકા ત્યાગી નામની એક મહિલાએ છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો કે જેનો હજુ કોર્ટમાં કેસ ચાલુ છે. જ્યારે પહેલી વાર સુભાષ સાથે કામ કરવાની વાત આવી તો આમિરે ના પાડી દીધી હતી. પરંતુ હવે આ વખતે આમિરે જ સુભાષને આ ફિલ્મ ડાયરેક્ટ કરવાની જીમ્મેદારી આપી છે.
આ વાત પર આમિરનો તર્ક છે કે જ્યારે તેને ખબર પડી કે સુભાષને આવા આરોપોનાં કારણે કામ નથી મળતું તો એને અફસોસ થયો. સુભાષ સાથે કોઈ કામ કરવા માટે રાજી નહોતું. એવામાં આમિરે જેવું જ બીજી વાર મોગુલમાં કામ કરવા માટે હા પાડી તો સુભાષને પણ તેની સાથે લઈ લીધો.
તો આ તરફ ભારતમાં મીટુ અભિયાન શરૂ કરનાર તનુશ્રી દત્તાને આ વાતની જાણ થઈ તો તે આમિર ખાન પર ભડકી છે. તેણે ધારદાર કટાક્ષ કર્યો છે. તેણે કહ્યું કે આમિર મોટો મતલબી છે. તેણે સુભાષનું ભલુ કરવા માટે આવું નથી કર્યું પણ પોતાની સુવિધા સાચવવા માટે આવું કર્યું છે.