તાપસી પન્નૂએ આ કાર્યવાહી પર પહેલી વખત પ્રતિક્રિયા આપી છે તેમણે કંગના સામે કટાક્ષ કરતા ટવિટ કર્યું છે. તેમણે લખ્યું કે, ‘સૌથી મોટો આરોપ મારા પર પેરિસમાં બંગલો ખરીદવાનો લાગ્યો છે, કેમકે ગરમીની રજાઓ નજીક આવી રહી છે તો’ બીજી ટવિટમાં તાપસી પન્નૂએ લખ્યું કે, ‘મારા પર ભવિષ્ય બનાવવા માટે 5 કરોડની ગોલમાલનો આરોપ લગાવાયો છે. કારણ કે મે આ પહેલા પૈસા લેવાનો ઇન્કાર કરી દીધો હતો’
તાપસી પન્નૂએ ત્રીજી ટવિટમા લખ્યું છે કે, ‘સન્માનિય નાણામંત્રીના મુજબ 2013ની યાદો તાજી થઇ ગઇ’ આ સાથે તેમણે લખ્યું કે, ‘હવે હું સસ્તી નથી રહી’ નોંધનિય છે કે, શરૂઆતના વિવાદમાં કંગનાએ તાપસીને સસ્તી કોપી કહ્યું હતું. જેના જવાબ તાપસીએ તેના અંદાજમાં આપ્યો છે.