કૃષિ નવા કાયદા સામે ખેડૂતોની લડાઇ બહુ લાંબી ખેંચાઇ તેવા એંધાણ વર્તાય રહ્યાં છે. ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકેતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તે લાંબા સંઘર્ષ માટે તૈયાર છે, પીછેહટ નહી કરે. આ સ્થિતિમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવા સંકેત મળી રહ્યાં છે.


ખેડૂતોનો એક સૂર છે કે, કોઇપણ સંજોગોમાં આંદોલન પાછું નહીં ખેંચાઇ. આંદોલના 101માં દિવસે  ખેડૂતો કેએમપી એક્સપ્રેસ 6 કલાક સુધી  જામ કરશે. ખેડૂતો  સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કુંડલી-માનેસર-પાલવાલ કેએમપી એક્સપ્રેસ વે પર જામ કરી દેશે.

બ્રિટનના હાઉસ ઓફ પાર્લામેન્ટમાં પણ 90 મિનિટ સુધી ભારતીય ખેડૂતોની સમસ્યાઓ અને પ્રેસની આઝાદી મુદ્દે  ચર્ચા થશે. જો કે બ્રિટિશ સરકાર આ મામલાને દેશનો આંતરિક મામલો જ ગણાવી રહી છે અને તેનો ઉકેલ તો ભારત સરકારે જ લાવવો રહ્યો.