તારા સુતરિતા સુનિલ શેટ્ટીના દીકરા અહાન સાથે તડપ ફિલ્મની શૂટિંગ કરી રહી હતી. તેમનું શૂટનું શેડ્યુઅલ હાલ જ પૂર્ણ થયું હતું. આ દરમિયાન તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડમાં સંજય લીલા ભંસાલી,રણબીર કપૂર,મનોજ વાજપેયી. આશિષ બાદ હવે તારા સૂતરિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તારા સુતરિયાના રિપોર્ટ મુદ્દે કોઇ ઓફિશ્યલ ઇન્ફર્મેશન નથી મળી પરંતુ ફિલ્મફેયરની રિપોર્ટ મુજબ તારા સુતરિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે.
આલિયાની કામ પર વાપસી
રણબીર કપૂરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ આલિયાએ પણ તેમનો રિપોર્ટ કરાવ્યો હતો. આલિયાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે કામ પર ફરી વાપસી કરી છે, શિવરાત્રીના અવસરે આલિયા મુક્તેશ્વર મંદિરે અયાન મુખર્જી સાથે સ્પોટ થઇ હતી.
ગત વર્ષે આ સેલેબ્સને થયો હતો કોરોના
ગત વર્ષે સિંગર કનિકા કપૂર, અમિતાભ બચ્ચન, એશ્વર્યા, અભિષેક બચ્ચન, મલાઇકા અરોડા, અર્જુન કપૂર, વરૂણ ધવન કોરોનાથી સંક્રમિત થયા હતા.