Tara Sutaria Pics: તારા સુતરિયા તાજેતરમાં જ એક વિલન રિટર્ન્સમાં જોવા મળી હતી, ફિલ્મો ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ તે ખુબ એક્ટિવ થઇ ગઇ છે. અત્યારે તે પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ખુબ ચર્ચામાં રહી હતી. આ તસવીરો પણ ખુબ વાયરલ થઇ છે. 'એક વિલન રિટર્ન્સ’ એક્ટ્રેસ તારા સુતરિયા (Tara Sutaria) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તારા સુતરિયા એક સારી એક્ટ્રેસ હોવાની સાથે સાથે સાથે એક સારી સિંગર પણ છે, હાલમાં તેની ગ્લેમરસ તસવીરો સોશ્યલ મીડિયા ખુબ વાયરલ થઇ રહી છે.
તારા સુતરિયાએ પોતાના એક ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ક્રૉપ ટૉપની સાથે બ્લેક ટાઇટ પેન્ટમાં દેખાઇ રહી છે.આ ફોટોશૂટમાં તેનો સ્ટનિંગ લૂક જોવા મળી રહ્યો છે. તારા બૉલીવુડની તે ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાંની એક છે, જે એક્ટિંગની સાથે સાથે સિંગિંગમાં પણ કમાલ કરી રહી છે. તારા તાજેતરમાં જ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ’માં અર્જૂન કપૂર, જૉન અબ્રાહમ અને દિશા પટ્ટણીની સાથે જોવા મળી હતી, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મએ ઠીક ઠાક પ્રદર્શન કર્યુ હતુ.
'
એક્ટ્રેસ ફિલ્મો ઉપરાંત નાના પડદા પર પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે. 'ઓયે જસ્સી' જેવા શૉમાં તારા કામ કરી ચૂકી છે. તારા સુતરિયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, ઇન્સ્ટાગ્રામ પર તેના એકથી એક વીડિયો અને ફોટોઝ ફેન્સનું આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. આદર જૈનની સાથે પોતાના રિલેશનશીપને લઇને પણ તારા સુતરિયા (Tara Sutaria) ચર્ચામાં રહે છે.
---