શું ‘તારક મેહતા’ શૉમાં હવે ડૉ. હાથીના કેરેક્ટરનો અંત આવી જશે? જાણો શું કહ્યું મેકર્સે
નોંધનયી છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2008થી શરૂ થઈ હતી. ત્યારે કવિ કુમાર આઝાદ આ શોમાં વર્ષ 2009માં જોડાયા હતા. આઝાદ પહેલા એક્ટર નિર્મલ સોનીએ એક વર્ષ સુધી ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા ભજવી હતી. એવામાં ચર્ચા એવી છે કે, નિર્મલ સોની ફરી ડોક્ટર હાથીની ભૂમિકા ભજવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે પ્રશ્ન એ છે મેકર્સ શૉમાં ડોક્ટર હાથીના કેરેક્ટરનો અંત લાવી દેશે કે પછી કોઈ બીજાને કાસ્ટ કરશે? એક ઈન્ટર્વ્યુમાં શૉના પ્રોડ્યુસર અસિત મોદીએ વધારે જાણકારી આપવાની ના પાડી દીધી હતી, પરંતુ તેમણે જણાવ્યુ હતું કે, અમને કવિ કુમાર આઝાદના અવસાનથી અત્યંત દુ:ખી છીએ, પરંતુ તેમના કેરેક્ટરને શૉમાં ચાલુ રાખવામાં આવશે. અમે બીજા રિપ્લેસમેન્ટની શોધમાં છીએ.
ડોક્ટર લાકડાવાલાએ તેમને પૅડિંગનો ઉપયોગ કરીને કેમેરા ફેસ કરવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે આ વાત નહોતી માની. સર્જરી પછી તેમનું વજન 20 કિલો વધી ગયુ હતું, પરંતુ તે બીજી સર્જરી કરાવવા તૈયાર નહોતા થયા. બીજી સર્જરીથી તેમનું વજન 90 કિલો સુધી ઘટી શકતુ હતું, પરંતુ કવિ કુમારને લાગ્યું કે વજન ઘટી જશે તો તે બેરોજગાર થઈ જશે.
નોંધનીય છે કે, 8 વર્ષ પહેલા કવિ કુમારે બેરિએટ્રિક સર્જરી કરાવી હતી. આ સર્જરી ડો. મુફી લાકડાવાલાએ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, તે સમયે સલમાન ખાને કવિ કુમારની દવાઓ, ઓપરેશન થિએટર અને રુમનો ખર્ચ ઉપાડ્યો હતો.
મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડોક્ટર હંસરાજ હાથી ઉર્ફ કવિ કુમાર આજાદનું 9 જુલાઈના રોજ નિધન થયું હતું. તેના નિધન બાદથી જ એવી ચર્ચા છે કે હવે તેની જગ્યાએ તેની ભૂમિકા કોણ ભજવશે. ઉપરાંત એવું પણ કહેવાઈ રહ્યું છે કે આઝાદના નિધન બાદ તેનું આ કેરેક્ટર ખત્મ કરવામાં આવશે. જોકે શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ આ મામલે મૌન તોડ્યું છે.