દિલ્હીથી અડધી પણ નથી વસ્તી, FIFA કપનું હીરો બન્યુ ક્રોએશિયા, જાણો ખાસ વાતો
જો કેપિટા ઇનકમની વાત કરીએ તો આ ભારતથી અનેકગણું આગળ છે. ભારતમાં કેપિટલ ઇનકમ 6700 ડૉલર છે જ્યારે ક્રોએશિયામાં પ્રતિ વ્યક્તિ આવક 22400 ડૉલર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવાય છે કે ક્રોએશિયા દુનિયાના એ દેશોમાં સામેલ છે, જ્યાં ધ્રૂમપાન પ્રતિબંધિત છે. ક્રોએશિયા નોર્વે બાદ આવો દેશ છે જ્યાં લોકો પાસે સૌથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે.
1 જુલાઇ 2013 માં ક્રોએશિયા યુરોપીય સંઘનું 28મું સભ્ય બન્યું હતું. જોકે અહીં બહાર પડાયેલી કરન્સી યુરોજોનમાં સામેલ નથી. આની કરન્સીનું નામ કુના છે.
ક્રોએશિયા અને સુંદર બીચો અને પ્રાકૃતિક સુંદરતાના કારણે દુનિયાભરમાં પ્રવાસીયોને પોતાની તરફ આકર્ષે છે. દેશના જીડીપીમાં પર્યટનનો 20 ટકા ફાળો છે. ક્રોએશિયામાં ફૂટબૉલ સૌથી લોકપ્રિય રમત છે. આ પહેલા પણ ક્રોએશિયાની ટીમે 1998 સારુ પ્રદર્શન કર્યું હતું.
વર્ષ 1918 થી 1991 ની વચ્ચે ક્રોએશિયા, યુગોસ્વાલિયાનો ભાગ રહ્યો અને વર્ષ 1991 માં વધતા તનાવના કારણે ક્રોએશિયાને 25 જૂને આઝાદીની જાહેરાત કરી દીધી. ત્યારબાદ 1992માં ક્રોએશિયાને યુરોપિય ઇકોનૉમિક કૉમ્યુનિટીમાંથી માન્યતા મળી અને ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રએ તેને ઓળખ આપી દીધી.
ક્રોએશિયા મધ્ય અને દક્ષિણ-પૂર્વ યુરોપની વચ્ચે વસેલો છે અને એડ્રિયાટિક સાગરની નજીક છે. અહીંની રાજધાનીનું નામ જાગ્રેવ છે અને આ દેશનું સૌથી મોટુ શહેર પણ છે. અહીં મોટાભાગના લોકો રૉમન કેથોલિક છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશનું ક્ષેત્રફળ 243286 વર્ગ કિલોમીટર છે જ્યારે ક્રોએશિયાનું ક્ષેત્રફળ 56594 વર્ગ કિલોમીટર છે.
ક્રોએશિયા ભારત, ચીનની જેમ બહુ મોટો દેશ નથી અને તેની જનસંખ્યા પણ ઓછી છે. ક્રોએશિયાની વસ્તી લગભગ 42 લાખ છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ આ ખુબ નાનો દેશ છે. આનું ક્ષેત્રફળ ઉત્તરપ્રદેશથી પણ ઓછુ છે અને વસ્તી દિલ્હીથી અડધાથી પણ ઓછી છે. ભારતની રાજધાની દિલ્હીની વસ્તી દોઢ કરોડથી પણ વધારે છે જ્યારે ક્રોએશિયાની વસ્તી 42 લાખ છે.
નવી દિલ્હીઃ ફ્રાન્સ અને ક્રોએશિયાની વચ્ચે રમાયેલી ફિફા વર્લ્ડકપ ફાઇનલમાં ફ્રાન્સે જીત મેળવી લીધી છે. જોકે આખી ટૂર્નામેન્ટમાં ક્રોએશિયાનું પ્રદર્શન પણ ખુબ સારુ રહ્યું. કેટલીયે દિગ્ગજ ટીમોને હરાવ્યા બાદ ક્રોએશિયા ફાઇનલમાં પહોંચી, ત્યારબાદ ક્રોએશિયાની ખુબ ચર્ચા થઇ રહી છે અને દરેક આ દેશ વિશે જાણવા ઇચ્છી રહ્યાં છે. આવો જાણીએ આ દેશ વિશે જોડાયેલી ખાસ વાતો...
- - - - - - - - - Advertisement - - - - - - - - -