'તારક મહેતા.....’માં આવશે ટ્વિસ્ટ, પત્રકાર પોપટલાલનાં થશે લગ્ન, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Jan 2019 10:02 PM (IST)
1
શોમાં દયાભાભીનું પાત્ર હાલ પૂરતું લાવવામાં આવશે નહીં. તેને બદલે અન્ય નવાં પાત્રો પર ફોકસ કરવામાં આવશે. સિરિયલમાં માર્ચ-એપ્રિલ, 2019 સુધીમાં બે નવાં પાત્રો લોન્ચ કરવામાં આવશે. તેમાં પહેલું પાત્ર પત્રકાર પોપટલાલની પત્ની તરીકે આવશે. એટલે કે સિરિયલમાં ફાઈનલી પોપટલાલનાં લગ્ન થતાં બતાવવામાં આવશે.
2
આ સિવાય અન્ય એક મહત્ત્વનું પાત્ર પણ સિરિયલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે સીરિયલમાં પત્રકાર પોપટલાલના ઘણીવાર લગ્ન થતાં થતાં અટક્યાં છે.
3
મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં દયાભાભી એટલે કે દિશા વાકાણી હવે નહીં જોવા મળે. તેણે અંદત કારણોસર શોથી અલગ થઈ જવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હવે હોવાથી સિરિયલમાં અન્ય પાત્રો લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ફાઈનલી પત્રકાર પોપટલાલનાં લગ્ન કરાવવામાં આવશે.