Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત હાઈકોર્ટમાં લોક રક્ષક દળની પરીક્ષા મામલે પિટિશન, પરીક્ષા રદ કરવા માંગ
જ્યારે અન્ય એક પિટીશન ચાર પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જેમણે લોક રક્ષક દળની પરીક્ષા રદ કરી નવેસરથી લેવા માંગ કરી છે. તેમનો મત છે કે 6 ડિસેમ્બરે લેવાયેલ પરીક્ષામાં બારકોડ લગાવવામાં આવ્યા ન હતા. જેથી પરીક્ષાની ગુપ્તતા જળવાઈ નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયું હતું. પેપર લીક થતાં 6 જાન્યુઆરીએ ફરી પરીક્ષા યોજાઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીતાબેન બારીયા, કિરીટ કુમાર પરમાર,રામદેવ રબારી, તરૂણ સોલંકી અને હેમંત કુમાર પંચાલે પિટીશન દાખલ કરી છે. આ પિટીશનમાં 6 ડિસેમ્બરે આપેલ પરીક્ષામાં અધૂરું પેપર આપવામાં આવ્યું હતું. જેથી ન્યાય માટે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
અમદાવાદ: લોક રક્ષક દળની પરીક્ષા મામલે સર્જાયેલા વિવાદ મામલે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. 5 પરીક્ષાર્થીઓએ હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરવા બે અલગ અલગ પિટીશન દાખલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -