ટેલિવૂડ:‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સિનિયર કલાકારો તો હંમેશા ચર્ચામાં રહે જ છે. જો કે આ શોની ટપ્પુ સેના પણ કંઇ કમ નથી. ટપ્પુ સેના જેટલો શોર  શોમાં મચાવે છે, તેટલી જ તે ચર્ચામાં પણ રહે છે. હાલ ટપ્પુ સેનાની સોનું એટલે કે પલક સિધવાની હાલ તેમના ગ્લેમરસ લૂકના કારણે ચર્ચાંમાં છે.

ઇન્સ્ટા પર શેર કર્યો મજેદાર લૂક

પલક સિઘવાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે તેમના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. તેમણે હાલ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે શરૂઆતમાં બાથિંગ ડ્રેસમાં જોવા મળે છે પરંતુ થોડી જ સેકન્ડમાં તેનું લૂક પુરી રીતે બદલી જાય છે.

22 વર્ષની પલક સિધવાનીના વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. 24 કલાકની અંદર 34 હજારથી વધુ લાઇક્સ મળી છે.


કાશ્મીરી લૂકમાં જોવા મળી પલક

પલકે કાશ્મીરી ડ્રેસમાં ફોટો અને વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.પલકે આ વીડિયો શેર કરતા ફેન્સને સવાલ કર્યો છે કે, તેમના આ લૂકને કેટલા નંબર આપશે, પલક સિઘવાની 2019થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’મા કામ કરી રહી છે. સિરિયલમાં તે આત્મરામ તુકારામ ભીડેની દીકરી સોનુનો રોલ પ્લે કરી રહી છે.

એડ ફિલ્મ પણ કરી ચૂકી છે કામ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા તેમણે એડ ફિલ્મમાં કામ કર્યું હતું. તે અમુલ બટરની એડમાં અને હોટસ્ટાર હોસ્ટેજમાં પણ જોવા મળી હતી. તેમણે 2018માં એક શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.