નવી દિલ્હીઃ રામ કપૂર-સાક્ષી તંવરના ફેમસ ટીવી શોથી પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ ચાહત ખન્ના લાંબા સમયથી સ્ક્રીનથી દૂર છે. હવે તે સંજય દત્ત સ્ટારર પ્રસ્થાનમથી કમબેક કરી રહી છે. પરંતુ આ કમબેક પહેલા ચાહતન ખન્નાએ ઇન્ડસ્ટ્રીથી લાંબા સમય સુધી અંતર રાખવાને લઈને મોટો ખુલાસો કર્યો છે.


ચાહત ખન્નાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કોસ્ટિંગ કાઉચના એક સવાલ પર જવાબ આપ્યો કે ફિલ્મોમાં કાસ્ટિંગ કરવા માટે એક નિયમ બની ગયો છે. જો હું તારી માટે આ કરી રહ્યો છું તો તારે મારી માટે આ કરવું પડશે. તે હીરોઈન અને ફિલ્મ મેકર વચ્ચેની વાત છે, એવું કોઈ ફરમાન નથી. જો કે હવે કાસ્ટિંગ કાઉચ કેટલીક હદ સુધી ઓછું થયું છે.

ચાહત આગળ કહે છે કે, મને પણ એવી કેટલીય ખરાબ પ્રપોઝલ આવી હતી પણ મે ના પાડી દીધી. આજે હું ટીવી ઈન્ડ્રસ્ટીમાં ખુદને સુરક્ષિત અનુભવુ છું. #MeToo પર ચાહતે કહ્યું કે તે એક સમયે ફેશન ટ્રેન્ડ બની ગયું હતું. કોઈએ ફાયદો ઉઠાવ્યો તો કોઈએ નહી. કોઈ એવી હીરોઈન પણ હતી કે જેણે ચેક કે પૈસા લઈને મોઢું બંધ રાખ્યું તો કોઈ એવી હતી કે જેણે પબ્લિસિટી સ્ટંટ હતો એ ઓછો કરી દીધો હોય.

નોંધનયી છે કે, ચાહતના લગ્ન ઘરેલુ હિંસાના કારણે તુટી ગયા હતા. તેણે પતિ પર ગંભીર આરોપ લગાવતા તલાક લીધા હતા. તેણે બીજા લગ્ન કર્યા એમાં પણ કંઈ જામ્યું નહીં અને તલાકની અરજી દઈ દીધી છે.