નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચો માટે ગઇકાલે ભારતીય ટીમ જાહેર થઇ ગઇ, મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે આ ટીમમાંથી ઓપનર લોકેશ રાહુલની છુટ્ટી કરી નાંખી છે, વળી યુવા બેટ્સમેન શુભમન ગીલને મોકો આપવામાં આવ્યો છે. જોકે ખાસ વાત એ છે કે દક્ષિણ આફ્રિકા સામે રોહિત શર્માને ઓપનિંગમાં ઉતારવામાં આવી શકે છે.

છેલ્લા કેટલાય સમયથી ટેસ્ટમાં સતત ફ્લૉપ જઇ રહેલા કેએલ રાહુલને પડતો મુકાયો છે. હવે રાહુલની લોકોએ સોશ્યલ મીડિયા પર મજાક ઉડાવવાની શરૂ કરી દીધી છે. તેને લગતા કેટલાક ફની મીમ્સ હાલમાં વાયરલ થઇ રહ્યાં છે.

નોંધનીય છે કે, 15 સભ્યોની ટેસ્ટ ટીમ જાહેર થઇ ચૂકી છે. ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં રમાશે, બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે પૂણેમાં રમાશે અને ત્રીજી ટેસ્ટ 19 ઓક્ટોબરે રાંચીમાં રમાવવાની છે.