મુંબઈ: સબ ટીવી શો ‘આદત થી મજબૂર’ અને એન્ડ ટીવીના શો ‘કુલદીપક’માં કરી ચુકેલા એક્ટર મનમીત ગ્રેવાલે શુક્રવારે રાતે 10.30 વાગ્યે પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતીં. 32 વર્ષીય મનમીત પોતાની પત્ની સાથે નવી મુંબઈના ખારકર વિસ્તારમાં ભાડેથી એક નાના ફ્લેટમાં રહેતો હતો.
એબીપી ન્યૂઝ અનુસાર, મનમીત અગાઉથી જ દેવામાં હતો અને આર્થિંક સ્થિતિ સામે ઝઝૂમી રહેલા મનમીત ગ્રેવાલે લોકડાઉનના કારણે નાના મોટા કામ પણ બંધ થઈ જતા પરેશાન હતો અને ઘરનું ભાડુ આપવા પણ અસમર્થ બની રહ્યો હતો. જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર થયો હતો.
મનમીત ગ્રેવાલના એક ખાસ મિત્ર અને પ્રોડ્યૂસર મનજીત સિંહ રાજપૂતે એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે, મનમીત છેલ્લા કેટલાક દિવસથી આર્થિંક તંગી સામે લડી રહ્યો હતો. તેમે પર્સનલ અને પ્રોફેશનલ કામ માટે લાખો રૂપિયા ઉધાર લીધાં હતા. લૉકડાઉનના કારણે કામ પણ બંધ થઈ જતા કોઈ પણ પ્રકારની કમાણી નહોતી થતી અને દેવુ પણ ચૂકવી શકે તેમ નહોતો. જેનાથી પરેશાન થઈને તેણે આ પગલુ ભર્યું હતું.
મનમીત કેટલા સીરિલ્સમાં કામ કરવાની સાથે અનેક એડ્સ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
લૉકડાઉનથી પરેશાન 32 વર્ષીય ટીવી એક્ટરે ફાંસો ખાઈને કરી આત્મહત્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 May 2020 03:55 PM (IST)
સબ ટીવી શો ‘આદત થી મજબૂર’ અને એન્ડ ટીવીના શો ‘કુલદીપક’માં કરી ચુકેલા એક્ટર મનમીતે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -