મુંબઇઃ ટીવીની લોકપ્રિયા સીરિયલમાંની એક CIDના જાણીતી કેરેક્ટર એસીપી પ્રદ્યુમ્ને મોટો ખુલાસો કર્યો છે, તેમને કહ્યું કે, મને હાલમાં કોઇ કામ નથી મળી રહ્યું. CIDમાં એસીપી પ્રદ્યુમ્નનો રૉલ કરીને તેઓ કંટાળી ગયા છે અને હવે તેઓ નવા કોઇ રૉલની શોધમાં છે, પરંતુ દુર્ભાગ્ય છે કે તેમને કોઇ કામ નથી મળી રહ્યું. CIDમાં એસીપી પ્રદ્યુમ્નનો રૉલ કરીને એક્ટર શિવાજી સાટમ ખુબ લોકપ્રિય એક્ટર બની ગયા છે. શિવાજીની એક્ટિંગને ટીવીના પડદા પર ખુબ પ્રસંશા મળી ચૂકી છે.
શિવાજી સાટમે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમને મોટા ભાગે પોલીસનો જ રોલ ઓફર કરવામાં આવતો હતો. જે હવે તેઓ કરવા નથી માગતા. અભિનેતાએ એવી પણ જાણકારી આપી છેકે, તે લોકપ્રિય શો CIDમાં પાછા આવી શકે છે પણ એક નવા અવતારમાં જોવા મળશે. તેમને ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, મને કોઈ ઓફર નથી મળતી. મને કોઈ રોલ ઓફર કરતું નહોતું. એક અથવા બે ઓફર હતી પણ તેય રસપ્રદ નહોતી. મેં હંમેશા એવા પ્રોજેક્ટ કર્યા છે જેને કરવામાં મને મજા આવે. મને લાગે છે કે, મને ટાઈપકાસ્ટ કરવામાં આવ્યો હતો. કારણ કે મને ફક્ત પોલીસનો જ રોલ ઓફર થતો હતો. હું લગભગ બે દાયકાથી પોલીસનો રોલ નિભાવતો આવ્યો છું. જો કે, હવે હું એક જ ભૂમિકાને વારંવાર કરી શકું નહીં.
ઉલ્લેખનીય છે કે, સીઆઇડી છેલ્લા ઘણાસમયથી ટીવીની સૌથી લોકપ્રિય સીરિયોલમાં સામેલ છે, શૉમાં એસીપી પ્રધ્યુમ્નના રૉલમાં તેના ડાયલૉગ આજે પણ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યાં છે, જેવા કે કુછ તો ગરબડ હૈ, દયા પતા લગાઓ. વગેરે વગેરે. પરંતુ હાલ શિવાજી સાટમ નવા રૉલની શોધમાં છે.
આ પણ વાંચો.........
વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે
ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે
IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.
ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા
Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો