મુંબઇઃ ટીવી સીરિયલોમાં લોકપ્રિય બનેલી ટીવી સીરિયલ 'નાગિન 5'ને લઇને એક મોટી વાત સામે આવી છે. અભિનેતા ધીરજ કપૂર હવે 'નાગિન 5' મુખ્ય રૉલમાં દેખાશે. આ અંગે ખુદ ધીરજ કપૂરે પોતાની વાત કહી છે.


અભિેનેતાએ કહ્યું કે, આ મારા માટે બહુજ ખાસ સમય છે, જે મને 'નાગિન 5' જેવા ટૉપ શૉમાં કામ કરવાનો મોકો મળ્યો છે. આ દરેક અભિનેતાનુ સપનુ છે. વધુમાં તેને કહ્યું હું નો મોટો પ્રસંશક છું અને હું તેનો ભાગ બનવા માટે બહુ જ ઉત્સાહિત છુ કેમકે જે રૉલ પ્લે કરવા જઇ રહ્યો છું તે પ્રકારનો રૉલ આજથી પહેલા ક્યારેય નથી કર્યો, 'નાગિન'માં વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી આ વધુ સારો થઇ જાય છે. આ બધુ મારા માટે એક નવો અનુભવ હશે.



કલર્સની લોકપ્રિય સીરિયલ 'નાગિન 4' પુરુ થયા બાદ, નવી સિઝન જલ્દી શરુ થવા જઇ રહી છે. ફેન્સ પણ એ જણાવા ઉત્સુક છે કે 'નાગિન 5'માં મુખ્ય અભિનેત્રી કોણ હશે. અભિનેત્રી મોની રૉય, સુરભિ જ્યોતિ, નિયા શર્મા બાદ કોણ હશે જે નાગિનની મહત્વની ભૂમિકા નિભાવશે. જોકે, લોકપ્રિય નાગિન સીરિયલનો નેક્સ્ટ લૂક સામે આવ્યો છે, જેને જોઇને લાગે છે કે આ હિના ખાન છે.

ઉલ્લેખનીય છેકે, નાગિન 4ના ક્લાઇમેક્સનો પ્રૉમો કલર્સ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. આમાં અભિનેત્રી નિયા શર્મા પોતાના દુશ્મનો સાથે બદલો લઇ રહ્યો છે.