Rhea Chakraborty Comeback With Roadies Season 19: એક વીજે તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનારી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ઘણા લાંબા સમયથી ટીવીથી દુર હતી, પરંતુ હવે તેના ચાહકો માટે એક ખુશખબરી સામે આવી છે. રિયા ચક્રવર્તી જલદી નાના પડદા પર વાપસી કરશે, અને તે પણ ‘ગેન્ગ લીડર’ બનીને. જી હાં, રિયા ચક્રવર્તી એમટીવી શૉ ‘રૉડીઝ’ની 19મી સિઝન (Roadies Season 19)માં ગેન્ગ લીડર તરીકે દેખાશે, આનો પ્રૉમો પણ સામે આવી ચૂક્યો છે.  


‘રૉડીઝ 19’ થી રિયા ચક્રવર્તીની ટીવીમાં વાપસી  - 
રિયા ચક્રવર્તીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ‘રૉડીઝ 19’ નો લેટેસ્ટ પ્રૉમો શેર કર્યો છે. ‘રૉડીઝ કર્મ યા કાંડ’ના પ્રૉમોમાં રિયા ચક્રવર્તીને ઓલ બ્લેક લૂકમાં જોઇ શકાય છે. વીડિયોમાં તેને કહ્યું- “તમને શું લાગ્યું હુ પાછો નહીં આવું, ડરી જઇશ.... ડરવાનો વારો બીજાનો છે. મળીએ ઓડિશન પર.” રિયા પ્રિન્સ નરુલા (Prince Narula) અને ગૌતમ ગુલાટી (Gautam Gulati) સાથે ‘ગેન્ગ લીડર’ તરીકે ધમાલ મચાવશે. 


‘રૉડીઝ’ પર શું બોલી રિયા ?
રિયા ચક્રવર્તીએ IANS સાથેની વાતચીતમાં 'રૉડીઝ'નો ભાગ બનવાની પોતાની એક્સાઇટમેન્ટ શેર કરી છે. અભિનેત્રીએ કહ્યું, “હું રૉડીઝ – કર્મ યા કાંડનો ભાગ બનવા માટે ખુબ જ ઉત્સાહિત છું. હું સોનુ સૂદ અને અન્ય ગેન્ગનાઓ સાથે કામ કરીને આ રોમાંચક જર્નીમાં મારી નિર્ભય બાજુ બતાવીશ. મને આશા છે કે, આ નવા સાહસમાં મને ચાહકોનો સાથ અને પ્રેમ મળશે. આ વખતે શૉમાં સોનુ સૂદ પણ જોવા મળશે.






રિયા ચક્રવર્તીની મૂવીઝ 
રિયા ચક્રવર્તી 'મેરે ડેડ કી મારુતિ', 'સોનાલી કેબલ', 'દોબારા', 'હાફ ગર્લફ્રેન્ડ', 'બેન્ક ચોર', 'ચેહરે' અને 'જલેબી' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. રિયાને ફિલ્મ 'જલેબી'થી ફેમ મળી હતી. આ ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી હતી.






રિયા ચક્રવર્તીનો વિવાદ 
વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ રિયા ચક્રવર્તીને અનેક આરોપોનો સામનો કરવો પડ્યો હતો. તેની સામે કેસ દાખલ થયો અને તેને ઘણા દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું. આ સિવાય તેને ઘણા ટ્રોલીંગનો પણ સામનો કરવો પડ્યો હતો.