મુંબઇઃ નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણની ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ ડ્રગ્સ ડીલર પાસેથી ડ્રગ્સ ખરીદતી હતી ત્યારે જ એનસીબીએ રંગે હાથે ઝડપી પાડી છે. આ દરમિયાન પ્રીતિકા ચૌહાણ પાસેથી 99 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એજન્સી અનુસાર બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેને 8 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુંબઇ ઝૉનલ યૂનિટની એક ટીમે માછીમાર, વર્સોવામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી, તેમની પાસેથી તે 99 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. બે વ્યક્તિઓ એક ફેઝલ અને ટીવી એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. બન્નેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, તે 8 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. પ્રીતિકા ચૌહાણ ટીવીની પૉપ્યૂલર સીરિયલ દેવો કે દેવ મહાદેવમાંમાં દેવીનો રૉલ કરતી દેખાઇ ચૂકી છે.

નોંધનીય છે કે, એનસીબીએ ડ્રગ્સ મામલામાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂર સાથે પુછપરછ કરી હતી. જોકે તેમના હાથે કોઇ સબૂત ન હતા લાગ્યા. આ ઉપરાંત રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી સહિત કેટલાય આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે, જેઓ હાલ જેલમાં બંધ છે.