Tina Datta Video: ગણેશ ઉત્સવ દેશભરમાં અત્યારે ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે, ઘર હો કે મંડપ પર દરેક જગ્યાએ બપ્પા બિરાજમાન દેખાઇ રહ્યાં છે. માર્કેટમાં પણ બાપ્પા માટે રોનક વધી ગઇ છે. ગણેશ ચતુર્થીનો ક્રેઝ માત્રે સામાન્ય લોકોમાં જ છે એવુ નથી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) શોબિઝમાં પણ છે, અને ખુબ ધામધૂમથી મનાવવામાં આવે છે, મોટા મોટા સેલેબ્સ પણ બપ્પાને પોતાના ઘરે લઇને આવે છે અને પછી વિદાય પણ કરે છે. આ કડીમાં ઉતરન સ્ટાર એક્ટ્રેસ ટીના દત્તા (Tina Datta) પણ જોડાઇ ગઇ છે, ટીના દત્તા માટે ગણેશ ચતુર્થી ખાસ છે.
એક્ટ્રેસે તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને ખાવા પીવાની વસ્તુઓ અને સામાનથી બપ્પાની એક નાની પ્યારી મૂર્તિ બનાવી છે. ફેન્સ ટીના આ આર્ટથી ખુબ પ્રભાવિત થયા છે, અને તેની પ્રસંશા કરી રહ્યાં છે. ટીના દત્તા માત્ર એક સારી એક્ટ્રેસ જ નથી પરંતુ સાથે સાથે એક સારી આર્ટિસ્ટ પણ છે.
ટીના દત્તા લાલ મરચુ, બિસ્કીટ, કેટલીક પત્તીઓથી ઇકો ફ્રેન્ડલી બપ્પા બનાવ્યા છે, એક્ટ્રેસે આ કેવી રીતે બનાવ્યુ તેનો વીડિયો પણ તેને સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોને શેર કરતાં એક્ટ્રેસે એક શાનદાર કેપ્શન પણ લખ્યું છે.
ટીના દત્તાએ કેપ્શનમાં લખ્યું- તેને માટે હંમેશાથી ખાસ રહ્યાં છે બપ્પા, સાથે જ એક્ટ્રેસે એ પણ બતાવ્યુ કે ખુબ અલગ રીતથી તે આ વર્ષે ગણેશ ચતુર્થીને સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસે આગળ લખ્યું- તમામ માટે ખુબ ખુબ પ્રેમ, અને ખુશીની કામના કરી રહી છું, ગણપતિ બપ્પા મોરયા. દર વર્ષ આમ તો અનેક પ્રકારના ઇકો ફ્રેન્ડલી ગણપતિ જોવા મળે છે, પરંતુ આ બધાથી હટકે છે. ફેન્સ પણ એક્ટ્રેસના આર્ટની પ્રસંશા કરી રહ્યાં છે.